SA tour of india 2022: આઇપીએલ 2022 ભલે પુરી થઇ ગઇ હોય, પરંતુ ભારતીય ખેલાડીઓને આ વર્ષે કેટલીય સીરીઝ રમવાની છે. રોહિત શર્માની ટીમનુ આગળનુ શિડ્યૂલ ખુબ ટાઇટ છે. આઇપીએલ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસ પર પણ આવી રહી છે. અહીં બન્ને ટીમોની વચ્ચે પાંચ ટી20 મેચોની સીરીઝ રમાશે. આગામી 6 મહિના દરમિયાન ભારત એશિયા કપ, ટી20 વર્લ્ડકપ અને ઇંગ્લેન્ડ, આયરેલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝમાં પણ રમશે.
ટી20 વર્લ્ડકપ સુધી ટીમ ઇન્ડિયાનું ક્રિકેટ શિડ્યૂલ -
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - જૂન (5 ટી20 આંતરરાષ્ટ્રીય)
ભારતનો આયરલેન્ડ પ્રવાસ - જૂન (2 ટી20 આંતરરાષ્ટ્રીય)
ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ - જૂન-જુલાઇ (1 ટેસ્ટ, 3 વનડે, 3 ટી20 આંતરરાષ્ટ્રીય)
ભારતનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ - જુલાઇ/ઓગસ્ટ (3 વનડે, 5 ટી20 આંતરરાષ્ટ્રીય)
શ્રીલંકાનો ભારત પ્રવાસ - ઓગસ્ટ (2 ટી20 આંતરરાષ્ટ્રીય)
એશિયા કપ 2022 - ઓગસ્ટ/સપ્ટેમ્બર
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - સપ્ટેમ્બર (3 ટી20 આંતરરાષ્ટ્રીય)
ટી20 વર્લ્ડકપ 2022 - ઓક્ટોબર/નવેમ્બર
આ વર્ષે રમવાની છે કેટલીય ટી20 મેચો -
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબર/નવેમ્બરમાં રમાનારા ટી20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને લગભગ 25 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમવાની છે. બે મહિનાના આઇપીએલ બાદ હવે ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહી છે. કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ દક્ષિણ આફ્રિકાની સાથે 5 ટી20 મેચો અને આયલેન્ડ સામે 2 મેચોની સીરીઝ રમશે. વળી એક અન્ય ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમવા માટે જશે.
બે ટીમો રમશે સીરીઝ -
ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમની કમાન રોહિત શર્માના હાથોમાં હશે. આ બન્ને પ્રવાસ પર ભારતીય ટીમ અભ્યાસ મેચો, ત્રણ વનડે, ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને ગયા વર્ષે સ્થગિત પાંચમી ટેસ્ટ સામેલ છે. વીવીએસ લક્ષ્મણ આયલેન્ડ પ્રવાસ માટે કૉચ હશે, જ્યારે રાહુલ દ્રવિડ ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમનારી ટીમની સાથે રહેશે.
આ પણ વાંચો........
વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ
Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક
Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો
ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા