Tamim Iqbal Retired From International Cricket: ક્રિકેટનો મહાકુંભ વનડે વર્લ્ડકપ 2023 શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ક્રિકેટને લગતું મોટુ અપડેટ સામે આવ્યુ છે. બાંગ્લાદેશ ટીમના અનુભવી ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન તમીમ ઈકબાલે ભારતમાં રમાનારા વનડે વર્લ્ડકપના માત્ર 3 મહિના પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તમીમે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પોતાના આ નિર્ણય વિશે બધાને જાણકારી આપી હતી. બાંગ્લાદેશ ટીમના વનડે કેપ્ટને જ્યારે પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તે પણ તે સમયે ખૂબ જ ભાવુક દેખાયો હતો.


અફઘાનિસ્તાન સામેની 3 મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચમાં હાર બાદ તમીમે ચટ્ટોગ્રામમાં પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. ઇએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ્સ મુજબ, તમીમે નિવૃત્તિની જાહેરાત કરી અને કહ્યું કે આ માટે હવે અંત છે, મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પૂરો પ્રયાસ કર્યો. અને હવે આ સમયે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું.


તમીમ ઈકબાલે વધુમાં કહ્યું કે આ અવસર પર હું મારા તમામ સાથી ખેલાડીઓ, કૉચ અને બાંગ્લાદેશ ક્રિકેટ અધિકારીઓનો આભાર માનું છું. આ ઉપરાંત હું મારા પરિવારનો પણ આભાર માનું છું, જેઓ આ પ્રવાસમાં સતત મારી સાથે રહ્યા અને મારામાં વિશ્વાસ જગાવ્યો. હું ફેન્સને પણ આભાર કહેવા માંગુ છું, જેમને પર સતત પ્રેમ વરસાવ્યો અને મને વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપી.


આવી રહ્યું તમીમ ઇકબાલની ક્રિકેટ કેરિયર - 
તમીમ ઈકબાલે વર્ષ 2007માં ફેબ્રુઆરી મહિનામાં બાંગ્લાદેશ માટે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી એ જ વર્ષે વનડે વર્લ્ડકપમાં ભારત સામે રમાયેલી મેચ-વિનિંગ અડધી સદીની ઇનિંગ્સના આધારે તેને એક અલગ ઓળખ મળી. બાંગ્લાદેશ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવવાની સાથે તમીમ સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ છે.


તામિમે 241 વનડેમાં 36.62ની એવરેજથી 8313 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 56 અડધી સદી સામેલ છે. વળી, ટેસ્ટ ફોર્મેટમાં તમીમે બાંગ્લાદેશ માટે 70 મેચોમાં 38.89ની સરેરાશથી 5134 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 31 અડધી સદી જોવા મળી છે. T20 ઇન્ટરનેશનલમાં તમીમ બાંગ્લાદેશ માટે 70 મેચ રમ્યો છે અને તેને 24.08ની એવરેજથી 1758 રન બનાવ્યા છે. તમીમે કેપ્ટન તરીકે 37 વનડેમાં બાંગ્લાદેશનું નેતૃત્વ કર્યું, જેમાં ટીમે 21 મેચ જીતી.


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial