Indian Squad for South Africa and Australia T20 Series: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની (Team India)જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં ભારતનો દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) વાપસી કરવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં બુમરાહ ઉપરાંત હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી પણ વાપસી કરી રહ્યા છે. T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે અને ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે.
ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ
દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ
ટીમ ઈન્ડિયા અલગ-અલગ કોમ્બિનેશન અજમાવશેઃ
બંને ઘરેલું સિરીઝમાં ભારતીય ટીમ વિવિધ ઝડપી અને સ્પિન બોલરો સાથે બેટિંગના વિવિધ કોમ્બિનેશન અજમાવી શકે છે. આ સાથે-સાથે બેટિંગ ઓર્ડરમાં પણ બદલાવ કરી શકાય છે. અહીં ટીમ એ જાણવાની કોશિશ કરશે કે કેટલા બેટ્સમેન, કેટલા બોલર અને કેટલા ઓલરાઉન્ડર સાથે તેમને વર્લ્ડકપ પ્લેઈંગ-11માં ઉતારવું વધુ સારું રહેશે.
સંજુ સેમસનને સ્થાન મળ્યું નથીઃ
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જોકે, ભારતના યુવા પ્રતિભાશાળી વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને (sanju samson) આ ટીમમાં સ્થાન મળ્યું નથી. પ્રશંસકો લાંબા સમયથી સંજુને ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. ઋષભ પંતને ટી20માં ભારત માટે ઘણી તકો મળી છે. પરંતુ તે ક્રિકેટના આ ફોર્મેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી. આ જોઈને ચાહકોને સેમસનના સમાવેશની પૂરી આશા હતી પરંતુ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.