નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા (Team India) આગામી મહિને યુકેમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (ICC World Test Championship) માટે મુંબઈમાં ક્વોરન્ટાઈન છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વિશ્વમાં કરોડો લોકો સ્ટાઇલ આઇકન છે. તેના દરેક લુક પર ફેન ફિદા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર તેનો નવો લુક વાયરલ થયો છે. આ લુકમાં તે લાંબા વાળ અને દાઢીમાં નજરે પડી રહ્યો છે. પીળું ટી શર્ટ પહેરેલા કોહલીનો નવો લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે અને ફેન્સ તેને જાણીતી વેબ સીરિઝ મેની હાઇસ્ટના પ્રોફેસર કે બોલીવૂડ મૂવી કબીર સંહના શાહિદ કપૂર સાથે કરી રહ્યા છે.
જોકે વિરાટની આ તસવીર ફેક છે. જેને એડિટ કરવામાં આવી છે. વિરાટ કોહલીએ ગત સપ્તાહે પત્ની અનુષ્ક સાથે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. બંનેએ દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સહયોગ આપવા માટે ફંડ એકત્ર કર્યુ હતું. જે બાદ તેમણે લોકોનો આભાર માનતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ વીડિયોમાં કોહલી હળવી દાઢી અને મીડિયમ લેંથના વાળ સાથે નજરે પડ્યો હતો. આ સ્થિતિમાં એક સપ્તાહની અંદર આ વાયરલ તસવીરમાં જોવા મળે છે તે મુજબ વાળ-દાઢી વધારી શકે નહીં. પરંતુ હાલ ફેન્સ આ તસવીર પર શાનદાર કોમેન્ટ કરી રહ્યા છે.
એક ફેને લખ્યું, વિરટ કોહલીનું કબીર સિંહ વર્ઝન. અન્ય એક પ્રશંસકે લખ્યું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે વિરાટ કોહલીનો નવો લુક. એકદમ શાનદાર.
Also Read: ફરી ગુજરાતને ઘમરોળશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
ફટકડી, હળદર, સરસવના તેલથી મ્યુકરમાઈકોસિસની થઈ શકે છે સારવાર ? જાણો શું છે હકીકત
કોરોના રસીથી મહિલાઓ તથા પુરુષો મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસે છે ? જાણો મોદી સરકારે શું કહ્યું