અમદાવાદઃ ટીમ ઈન્ડિયા હાલ અમદાવાદમાં છે. અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 માર્ચથી ચોથી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે. આ પહેલા આજે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સીન લીધી હતી. કોરોનાના સંક્રમણથી બચવા તેણે આ રસી લીધી હતી. જે અંગે તેમણે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી હતી.


શાસ્ત્રીએ ટ્વીટ કરીને લખ્યું, COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો. મહામારી સામે ભારતને સશક્ત બનાવવા માટે તબીબો અને વૈજ્ઞાનિકોનો આભાર. કાન્તાબેન અને તેની ટીમે અમદાવાદના એપોલો, COVID-19 રસીકરણ અંગેના વ્યવહારમાં બતાવેલા પ્રોફેશનલિઝમથી ખૂબ પ્રભાવિત થયો છું.



રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા તરફથી 80 ટેસ્ટમાં 11 સદી અને 12 અડધી સદી સાથે 3830 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન છે. જ્યારે 150 વન ડેમાં 4 સદી અને 18 અડધી સાથે 3108 રન નોંધાવ્યા છે. ટેસ્ટમાં તેણે 151 વિકેટ અને વન ડેમાં 129 વિકેટ ઝડપી છે.

Gujarat Panchayat Election 2021 Results: કોંગ્રેસે કઈ બેઠક પર 110 વોટથી કબજો કરતાં ભાજપમાં છવાયો સન્નાટો, જાણો વિગત