India vs Leicestershire: લાલ બૉલની સાથે આખા ત્રણ મહિના બાદ મેદાનમાં રમવા ઉતરેલી ભારતીય ટીમ (Team India) નો ફરી એકવાર ફ્લૉપ શૉ જોવા મળ્યો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમતા પહેલા લીસેસ્ટરશાયર (Leicestershire) વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમની બેટિંગ લાઇને પૉલ ખોલી દીધી છે. મજબૂત કહેવાતી ભારતની બેટિંગ લાઇન એક પછી એક પત્તાની જેમ ખરી પડી, 21 વર્ષીય કાઉન્ટી બૉલરની સામે આખી ભારતીય ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી.  


લીસેટ્રના ગ્રેસ રૉડ સ્ટેડિયમમાં ભારતીય ટીમ ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ લીસેસ્ટરશાયરનો સામનો કરી રહી છે, ચાર દિવસીય આ પ્રેક્ટિસ મેચમાં માત્ર 246 રન પર 8 વિકેટો ગુમાવી દીધી છે. પરંતુ અહીં એકમાત્ર ટીમના યુવા બેટ્સમેન કેએસ ભરતે ટીમની લાજ બચાવી હતી, વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે 70 રનોની અણનમ ઇનિંગ રમી હતી, અને ટીમનો આંકડો 200 રનને પાર કરાવ્યો હતો.


81 રન પર અડધી ટીમ પેવેલિયન ભેગી - 
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત એકદમ ખરાબ રહી, ટીમના 35 રનના સ્કૉર પર કેપ્ટન રોહિત શર્માની (25) વિકેટ ગુમાવી, ત્યારબાદ ઉપરાછાપરી વિકેટો પડવા લાગી અને ટીમ 81 રન સુધી અડધી પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. દિવસની રમત પુરી થયા સુધી ભરત ક્રિઝ પર ટકેલો રહ્યો અને તેને 70 રન બનાવ્યા, ભારતીય ટીમ 8 વિકેટો ગુમાવીને 246 રન બનાવી શકી.


રૉમન વૉકર સામે પસ્ત ભારતીય ટીમ -
લીસેસ્ટરશાયરના યુવા ફાસ્ટ બૉલર રૉમન વૉકર આખા દિવસ સુધી મેચમાં છવાયેલો રહ્યો અને ભારતીય ટીમની મુશ્કેલી વધારતો રહ્યો હતો. તેને ભારતની કુલ પાંચ વિકેટો ઝડપી હતી. રૉમન વૉકરે 11 ઓવરમાં 24 રન આપીને 5 વિકેટો ઝડપી, જેમાં રોહિત, વિરાટ સહિતના સ્ટાર્સ સામેલ હતા. 


 


આ પણ વાંચો........... 


અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો


Sovereign Gold Bond: સસ્તામાં સોનું ખરીદવની આજે છેલ્લી તક, જાણો કેન્દ્ર સરકારે એક ગ્રામની કિંમત કેટલી રાખી છે?


સબસ્ક્રિપ્શનમાં ઘટાડો થતાં નેટફ્લિક્સે વધુ 300 કર્મચારીઓની છટણી કરી, મે મહિનામાં 150 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા


Video Viral: વિચિત્ર રીતે આઉટ થયો કીવી બેટ્સમેન નિકોલસ, બન્ને બેટ્સમેનના બેટ પર ટકરાયો બૉલ ને પછી......


Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા