નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયામાં અનેક યુવા ખેલાડીઓ છે જેમણે શરૂઆતમાં સારા પ્રદર્શનથી નામ તો બનાવ્યું પરંતુ આગળ જઈને તેઓ રસ્તા પરથી ભટકી ગયા અથવા ખરાબ ફોર્મનો શિકાર બન્યા હતા. ટીમમાં વધારે સિનિયર ન ખેલાડી હોવાથી યુવાઓને ટિપ્સ આપી શકાતા નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજ સિંહે રિષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા યુવા ખેલાડીનું નામ લઈને કહ્યું, યુવા ખેલાડીઓનું ધ્યાન રાખી શકે તેવા મનોવૈજ્ઞાનિકની ભારતીય ટીમને જરૂર છે.


યુવરાજે યૂટ્યૂબ પેજ સ્પોર્ટ્સ સ્કીન પર વાત કરતાં કહ્યું, આ ટીમમાં કોઈ એવા ખેલાડી નથી જે સાથીઓની માનસિકતાને લઈ વાત કરી શકે. પૃથ્વી શૉ અને પંત ઘણા પ્રતિભાશાળી છે. પંડ્યામાં ઘણી પ્રતિભા છે પરંતુ કોઈએ તેની માનસિકતા સાથે કામ કરવાની જરૂર છે, જેથી કરીને તેઓ મુશ્કેલ સ્થિતિમાં પણ સારું પ્રદર્શન કરી શકે. જો કોઈ તેમની માનસિકતા સાથે કામ કરે તો આગામી વિશ્વ કપમાં ઘણા મોટા ખેલાડી સાબિત થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડરે ટીમના વર્તમાન કોચ શાસ્ત્રીને લઈ કહ્યું, તેના માર્ગદર્શનમાં ટીમ શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટીમ ઓસ્ટ્રેલિયામાં જીતી. એક કોચ તરીકે તેઓ કેવા છે તે હું નથી જાણતો. હું તેમના માર્ગદર્શનમાં ઓછો રમ્યો છું.

યુવીએ કહ્યું, તમારી પાસે બેટિંગ કોચ વિક્રમ રાઠોર છે. જે મારા સીનિયર છે. જ્યારે હું સ્ટેટ લેવલે રમતો હતો ત્યારે મારા મેંટર હતા, પરંતુ તેમણે ટી-20 રમી નથી. જેના કારણે તેઓ નવી પેઢીને શું બતાવશે. તેઓ તમને ટેકનિક અંગે બતાવશે પરંતુ માનસિક પક્ષ પર વાત કરવા નહીં કહે.