Surya Kumar Yadav: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની ટી20 સીરીઝમા ભારતીય ટીમે સીરીઝ પર 1-0થી કબજો જમાવી દીધો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ અને ત્રીજી મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જોકે, બીજી ટી20માં ભારતીય બેટ્સમેનોએ અને બૉલરોએ સારુ પ્રદર્શન કર્યુ હતુ, આ સીરીઝમાં જબરદસ્ત બેટિંગના કારણે 'પ્લેયર ઓફ ધ સીરીઝ'નો ખિતાબ આપવામાં આવ્યો છે.
સૂર્યકુમાર યાદવનો દબદબો-
ટી20 વર્લ્ડકપ બાદ સૂર્યકુમાર યાદવનો દબદબો હજુ પણ યતાવત છે, તેને ન્યૂઝીલેન્ડની સામે તેમની જ ધરતી પર તાબડતોડ ઇનિંગ રમતા સદી ફટકારી દીધી હતી. સૂર્યાએ બીજી બે ઓવલમાં રમાયેલી ટી20માં ધમાકેદાર બેટિંગ કરી હતી, જેમાં તેને સદી ફટકારી હતી. આ પરફોર્મન્સના આધાર પર તેને 'પ્લેયર ઓફ ધ સીરીઝ' નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં 'પ્લેયર ઓફ ધ સીરીઝ' નો એવોર્ડ મળ્યા બાદ સૂર્ય કુમાર યાદવે કહ્યું- અત્યાર સુધી જે રીતે હુ રમ્યો તે રીતે હુ ખુબ જ ખુશ છું, હું આવુ જ રમવા માંગીશ, જેમ કે સિરાજે કહ્યું હવામાન અમારી સાથે નથી આવામાં પ્રેશર રહે છે, અને તે સમયે હું મારી બેટિંગનો પુરેપુરો એન્જૉય લઉં છું. ત્યાં કોઇ બેગેઝ નથી લઇને જવુ પડતુ, ઇન્સ્ટન્ટ અને એપ્રૉચ બિલકુલ તે જ છે. બસ અમારે ત્યાં જવાનુ છે અને ખુદને એક્સપ્રેશ કરવાનુ છે. આ એક સારી ગેમ છે. વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની આ પહેલી દ્વીપક્ષીય ટી20 સીરીઝ હતી, જેને 1-0થી હાર્દિક એન્ડ કંપનીએ સીલ કરી લીધી હતી.
IND vs NZ T20: ડકવર્થ લૂઇસથી ટાઇ થઇ ત્રીજી ટી20, ભારતે જમાવ્યો સીરીઝ પર કબજો
ટાઇ થઇ મેચ -
વરસાદના કારણે મેચ ફરીથી શરૂ ન હતી થઇ શકી. આ કારણે એમ્પાયરે ડકવર્થ લૂઇસના નિયમો પ્રમાણે આ મેચને ટાઇ જાહેર કરી હતી. આમ પણ સીરીઝની પહેલી મેચ વરસાદને ભેટ ચઢી ચૂકી હતી, અને આ બીજી મેચ પણ વરસાદના કારણે અડધેથી ધોવાઇ ગઇ હતી.
શું હતી મેચની સ્થિતિ
ત્રીજી ટી20 મેચમાં કીવી ટીમના કેપ્ટન ટિમ સાઉથીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જ્યારે ભારતીય ટીમને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ, આજની મેચમાં કીવી ટીમની કમાન ટિમ સાઉથની હાથમાં હતી. જ્યારે બીજી ઇનિંગમાં કીવી ટીમ તરફથી આપવામાં આવેલા 161 રનોના ટાર્ગેટનો પીછો કરવા ભારતીય ટીમ ઉતરી, તે સમયે વરસાદ નહતો, આ મેચમાં ભારતની શરૂઆત એકદમ ખરાબ રહી, અને 9 ઓવરની રમત બાદ વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે મેચ 9 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 75 રન પર પહોચી હતી, અને બાદમાં મેચ ફરી શરૂ થઇ શકી ન હતી, આ દરમિયાન ક્રિઝ પર કેપ્ટન હાર્દિક પંડ્યા 18 બૉલમાં 30 રન અને દીપક હુડ્ડા 9 બૉલમાં 9 રન બનાવીને રમી રહ્યાં હતા.
ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 161 રનોનો ટાર્ગેટ
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમે 20 ઓવર પણ ન હતી રમી, માત્ર 19.4 ઓવરમાં 160 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કીવી ટીમ તરફથી સૌથી વધુ ડેવૉન કૉન્વેએ 59 રન અને ગ્લેન ફિલિપ્સે 54 રનની ઇનિંગ રમી હતી.