Alex Carey Uses His Lips To Hold Ben Duckett's Catch, Headingley Test: ક્રિકેટના મેદાન પરથી એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી એશીઝ 2023 સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 6 જુલાઈએ હેડિંગ્લે ખાતે શરૂ થઈ હતી. પ્રથમ દિવસની રમતને લઇને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમનો વિકેટકીપર એલેક્સ કેરી એક અદભૂત કેચ પકડવાના કારણે ચર્ચામાં આવ્યો છે. ખરેખરમાં એલેક્સ કેરીએ પોતાના હોઠની મદદથી એક ખાસ કેચ પકડ્યો હતો, જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.....


હેડિંગલી ટેસ્ટના પ્રથમ દિવસની રમતના છેલ્લા સેશનમાં મિચેલ માર્શના શાનદાર 118 રન બાદ ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ ઇનિંગમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને 18 રનના સ્કૉર પર પહેલો ઝટકો બેન ડકેટના રૂપમાં લાગ્યો હતો, મેચમાં બેન ડકેટે પેટ કમિન્સના એક બૉલને કટ ઓફ શૉટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, જેને એલેક્સ કેરીએ શાનદાર રીતે ઝડપી પાડ્યો હતો. 


આ કેચ પકડવા માટે એલેક્સ કેરીએ પોતાના હોઠનો ઉપયોગ કર્યો હતો. ખરેખરમાં, જ્યારે બૉલ ડકેટના બેટ સાથે ટચ થયો, ત્યારે તે ઉપરની બાજુએ ફંગોળાયો હતો, આ કારણોસર કેરીએ કેચ પકડવા માટે કૂદકો માર્યો, અને સંતુલન ગુમાવવાને કારણે બૉલ તેના ગ્લૉવ્સમાંથી બહાર આવ્યો અને તેના મોઢા આવ્યો, આ સમયે તેને પોતાના હોઠની મદદથી બૉલને પકડી પાડ્યો હતો.






આ કેચ જોયા બાદ પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન ઈયૉન મોર્ગને કૉમેન્ટ્રી બૉક્સમાં ખાસ પ્રતિક્રિયા આપી, તે બોલ્યો -ચોક્કસપણે સ્મૂચ છે.


ઇંગ્લેન્ડને જૉ રૂટ અને બેયરર્સ્ટૉ પાસેથી મોટી ઇનિંગની આશા - 
ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયા માટે પ્લેઇંગ 11માં સામેલ થયેલા મિચેલ માર્શે બેટિંગ કરીને 118 રનની આક્રમક ઇનિંગ રમી હતી. વળી, માર્શે આ મેચમાં બૉલિંગમાં 1 વિકેટ પણ ઝડપી હતી. જ્યારે દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે તે સમયે ઈંગ્લેન્ડ તરફથી જૉ રૂટ અને જૉની બેયરસ્ટૉ બેટિંગ કરી રહ્યા હતા. આવામાં ઇંગ્લિશ ટીમ બીજા દિવસની રમતમાં આ બંને બેટ્સમેન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખશે.


 


















-