ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની સૌથી મોટી ટીમોમાંથી એક છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ છે કે ભારતીય ટીમે વર્ષ 2021 અને 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમી હતી. ભારતીય ટીમ માટે આ વર્ષ શાનદાર રહ્યું. જો કે છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય ટીમનું પ્રદર્શનમાં અચાનક ખરાબ રહ્યું છે. આ જ કારણ છે કે વર્ષ 2023 પછી ટીમ ઈન્ડિયા શરમજનક લિસ્ટમાં ટોપ પર છે.
આ યાદીમાં ભારત ટોચ પર છે
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. આ સીરીઝની 5મી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા માત્ર 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઋષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં 40 રનની ઇનિંગ રમી હતી.
આવું 2023 પછી થયું
વર્ષ 2023 પછી આ પાંચમી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 200 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હોય. આ અન્ય કોઈપણ ટીમની સરખામણીમાં સૌથી વધુ છે. વર્ષ 2023 પછી, ટીમ ઇન્ડિયા ટેસ્ટ ક્રિકેટની પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ વખત 200 રનમાં ઓલઆઉટ થનારી ટીમ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. એક સમય હતો જ્યારે પ્રશંસકો બેટિંગ નહીં પણ બોલરો વિશે ફરિયાદ કરતા હતા, પરંતુ હવે તેનાથી ઊલટું થઈ ગયું છે.
વર્ષ 2023 પછી ટેસ્ટ ક્રિકેટની પ્રથમ ઇનિંગ્સમાં સૌથી વધુ વખત 200 રનમાં ઓલઆઉટ થઈ ગયેલી ટીમો
5 - ભારત
3 - વેસ્ટ ઈન્ડિઝ
3 - અફઘાનિસ્તાન
3 - બાંગ્લાદેશ
3 - દક્ષિણ આફ્રિકા
ભારતનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાઈ ગયો
સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારતનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા હાલમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતે પર્થમાં જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ આગામી 3 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાને 2 મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગાબા ટેસ્ટ ડ્રો રહી હતી. હવે ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને જાળવી રાખવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે સિડની ટેસ્ટ જીતવી પડશે.
Rishabh Pant: સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત પંતે ન માની હાર, તોડ્યો સચિન તેંડુલકરનો આ વર્લ્ડ રેકોર્ડ