SA vs IRE 2nd T20 Live highlights: આયરલેન્ડે બે મેચની ટી-20 સીરિઝની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને 10 રને હરાવ્યું હતું. આ પહેલા અફઘાનિસ્તાને ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં આફ્રિકાની ટીમને 2-1થી હરાવ્યું હતું. અફઘાનિસ્તાન પછી હવે આયરલેન્ડે આફ્રિકાને હરાવીને તમામને ચોંકાવી દીધા હતા. બંને વચ્ચે શ્રેણીની બીજી T20 અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાઈ હતી. T20 ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા સામે આયરલેન્ડની આ પ્રથમ જીત છે.
આફ્રિકાએ શ્રેણીની પ્રથમ T20 જીતી હતી પરંતુ બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે યોગ્ય સાબિત થયો ન હતો.
પ્રથમ બેટિંગ કરવા આવેલી આયરલેન્ડે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 195 રન કર્યા હતા. ટીમ માટે ઓપનિંગ કરનાર રોસ અડાયરે સૌથી મોટી ઇનિંગ્સ રમી અને 58 બોલમાં 5 ફોર અને 9 સિક્સરની મદદથી 100 રન બનાવ્યા. આ સિવાય કેપ્ટન પોલ સ્ટર્લિંગે 31 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. સ્ટર્લિંગ પણ ઓપનિંગમાં આવ્યો હતો. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 137 (79 બોલ) રનની ભાગીદારી કરી હતી.
સાઉથ આફ્રિકા ટાર્ગેટનો પીછો કરવામાં નિષ્ફળ રહી
196 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા 10 રને મેચ હારી ગયું હતું. ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 185 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી રીઝા હેન્ડ્રિક્સ અને મેથ્યુ બ્રીત્ઝકે સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. હેન્ડ્રીક્સે 32 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા જ્યારે બ્રિટ્ઝકે 41 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. જોકે, બંનેની ઇનિંગ્સ ટીમને વિજય અપાવી શકી નહોતી.
આઇરિશ બોલરોએ કર્યો કમાલ
ટાર્ગેટનો પીછો કરતી વખતે સાઉથ આફ્રિકાને આયરિશ બોલરોએ સારો દેખાવ કર્યો હતો. ટીમ તરફથી માર્ક અડાયરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ગ્રાહમ હ્યુમે 3 વિકેટ લીધી હતી. બાકીની 1-1 સફળતા મૈથ્યુ હમ્ફ્રીસ અને બેન્જામિન વ્હાઇટને મળી હતી.
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ