ICC On Aaron Finch: T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. યજમાન ઓસ્ટ્રેલિયા હાલમાં ઇંગ્લેન્ડ સાથે T20 મેચોની શ્રેણી રમી રહ્યું છે, પરંતુ T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને દંડ ફટકારવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ પર પર્થ T20 દરમિયાન દુર્વ્યવહારનો આરોપ લાગ્યો છે. હાલ તો, આઈસીસીના નિયમો અનુસાર એરોન ફિન્ચ દોષિત સાબિત થયો છે. T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.


એરોન ફિન્ચે આરોપો સ્વીકાર્યાઃ


આ દરમિયાન ICCએ એક નિવેદન જાહેર કર્યું છે. ICC અનુસાર, એરોન ફિન્ચે કંઈક એવું કહ્યું જે સ્ટમ્પ માઈક પર રેકોર્ડ થઈ ગયું હતું. આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 9મી ઓવર દરમિયાન બની હતી. જોકે, આઈસીસીએ એરોન ફિન્ચને આઈસીસી આચાર સંહિતાની કલમ 2.3નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યો છે. આ સાથે જ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે આરોપો પણ સ્વીકારી લીધા છે. આ સિવાય એરોન ફિન્ચના ડિસિપ્લિન રેકોર્ડમાં એક પોઈન્ટ નોંધાયો છે.


એરોન ફિન્ચ ઉપર T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાનું જોખમઃ


તમને જણાવી દઈએ કે એરોન ફિન્ચના ડિસિપ્લિન રેકોર્ડમાં એક પોઈન્ટના રેકોર્ડનો અર્થ એ છે કે હવે જો તે ભવિષ્યમાં આવું કોઈ કામ કરશે તો ICC ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પર મોટી કાર્યવાહી કરી શકે છે. જો એરોન ફિન્ચ ફરીથી પોતાની ભૂલનું પુનરાવર્તન કરશે તો ઈંગ્લેન્ડ સામે હાલ રમાઈ રહેલી સિરીઝ સિવાય તે આગામી વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ સામે 3 T20 મેચોની સિરીઝ રમી રહી છે. ઓસ્ટ્રેલિયાને આ સિરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે ઓસ્ટ્રેલિયાએ સિરીઝ જીતવા માટે બાકીની બંને મેચ જીતવી પડશે.


આ પણ વાંચો....


IND vs SA 3rd ODI: ભારતે સાઉથ આફ્રિકા સામે તોડ્યો 23 વર્ષ જૂનો મોટો રેકોર્ડ, જાણો ટોપ-4 ઓછા સ્કોર


HBD Hardik: ડેબ્યૂ મેચમાં જ કેપ્ટન કૂલે ખખડાવ્યો હતો હાર્દિકને, પરંતુ અત્યારે બની ગયો છે ટીમ ઇન્ડિયાનો ચેમ્પીયન ખેલાડી, જાણો