TNPL T20: આજકાલ ક્રિકેટની રમતમાં કેટલાય એવા રેકોર્ડ જોવા મળી રહ્યાં છે, જેને આપણે એક સમયે તો માનવા પણ તૈયાર નથી હોતા પરંતુ આવું ઘણીવાર ક્રિકેટના મેદાન પર થયુ હોય છે. આપણે ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં 36 રન બનતા જોયા છે, એટલે કે ઓવરના તમામ છ બૉલ પર સિક્સર પણ ફટકારવામાં આવી હોય એવું આપણે જોયુ છે. પરંતુ તમિલનાડુ પ્રીમિયર લીગમાં કંઈક એવું બન્યું જે આજ સુધી બન્યું નથી. 


ખરેખરમાં, TNPL 2023ની બીજી જ મેચમાં એક એવો રેકોર્ડ સર્જાયો જે દાયકાઓ સુધી યાદ રહેશે. છેલ્લા બૉલમાં સૌથી વધુ રન આપવાનો આ રેકોર્ડ છે. હા, સાલેમ સ્પાર્ટન્સ અને ચેપૉક સુપર ગીલીઝ વચ્ચે રમાયેલી મેચમાં સ્પાર્ટનના કેપ્ટન અભિષેક તંવરે 20મી ઓવરના છેલ્લા બૉલ પર 18 રન આપ્યા હતા. આ સાથે આ ક્રિકેટ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો છેલ્લો બૉલ પણ બની ગયો છે. 


અભિષેકે 20મી ઓવરની શરૂઆત ખૂબ જ સરળ રીતે કરી હતી પરંતુ છેલ્લા બૉલ પર બધું જ વ્યર્થ ગયું. તેને પ્રથમ 5 બૉલમાં માત્ર 8 રન જ આપ્યા હતા. છઠ્ઠા બૉલ પર તેની સામે સંજય યાદવ સ્ટ્રાઈક પર હતો. અભિષેકે સંજયને શાનદાર યૉર્કર ફેંક્યુ જેના કારણે તે ક્લીન બૉલ્ડ થયો હતો, પરંતુ ખરી રમત ત્યાર બાદ શરૂ થઈ. ખરેખરમાં જે બૉલ પર અભિષેકે સંજયને ક્લીન બૉલ્ડ કર્યો તે નૉ બૉલ રહ્યો હતો, આ પછી એવું છે કે બેટ્સમેને ગણીગણીને બૉલર સામે બદલો લીધો. 


નૉ બૉલ પછી અભિષેકે સંજયને ફ્રી હિટ માટે બૉલ્ડ કર્યો હતો, પરંતુ ફ્રી હિટ પણ નૉ બૉલ બની ગયો હતો, પરંતુ આ વખતે સંજય તરફથી કોઈ ભૂલ થઈ નથી. તેને ફ્રી હિટ પર જોરદાર ફૉર ફટકારી. તે નૉ બૉલ હતો. કોઈપણ લીગલ બૉલ વિના 8 રન બનાવી લીધા હતા. આ પછી અભિષેકે ફરીથી બૉલ ફેંક્યો જે નૉ બૉલ પણ ફેંક્યો પરંતુ આ બૉલ પર સંજયે 2 રન લીધા અને ફરીથી સંજય યાદવ સ્ટ્રાઈક પર આવ્યો.


ફરી એકવાર સંજયને ફ્રી હિટ રમવાની તક મળી પરંતુ આ વખતે અભિષેકે વાઈડ બૉલ ફેંક્યો, આવામાં ફ્રી હિટ હજુ બાકી રહી હતી. કોઈક રીતે અભિષેક તેનો છેલ્લો લીગલ બૉલ ફેંકવામાં સફળ રહ્યો પરંતુ સંજયે તેને સિક્સર ફટકારી. આ રીતે સંજય યાદવે છેલ્લા બૉલ પર કુલ 18 રન ઝૂડી નાંખ્યા. 


અભિષેક તંવરે ચોક્કસપણે છેલ્લા બૉલ પર 18 રન આપ્યા પરંતુ તે સૌથી મોંઘો બૉલ ફેંકવાના રેકોર્ડથી બચી ગયો. ખરેખરમાં, આ રેકોર્ડ ક્લિન્ટ મેકકૉયના નામે છે, તેને 2012માં BBLમાં હૉબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં એક બૉલમાં 20 રન આપ્યા હતા. 


 






--