India vs England 3rd T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સીરીઝની પહેલી બે ટી20 જીતી લીધી છે. હવે ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરી, મંગળવારના રોજ રમાશે. બંને ટીમો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ટકરાશે.


પાંચ મેચની સીરીઝની પહેલી ટી20 મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટથી જીતી લીધી. આ પછી શનિવારે, બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાઈ હતી. આ વખતે પણ ભારત જીત્યું. ભારતે બીજી ટી20 બે વિકેટે જીતી લીધી.


ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 પણ સાંજે 7 વાગ્યાથી રમાશે. મેચનો ટોસ સાંજે ૬.૩૦ વાગ્યે થશે. પાંચ મેચની ટી20 સીરીઝ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝ પણ રમાશે. ૬ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ વનડે મેચ રમાશે. ODI સીરીઝની મેચો બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.


IND vs ENG Head-to-Head  
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં સૌથી ટૂંકા ફોર્મેટમાં કુલ 26 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય ટીમે મોટાભાગની મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 15 વખત આ મેચ જીતવામાં સફળ રહી છે. ૧૧ મેચો ઈંગ્લિશ ટીમના પક્ષમાં ગઈ છે.


IND vs ENG મેચ કોણ જીતશે 
જો આપણે બંને ટીમો વચ્ચે તુલનાત્મક અભ્યાસ જોઈએ તો ભારતીય ટીમે વધુ મેચ જીતી છે અને ટીમ ઇન્ડિયા રાજકોટમાં પણ જીતી શકે છે. જો આપણે છેલ્લી બે મેચોના પ્રદર્શન પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાનું મનોબળ ઊંચું છે અને ટીમ ઈન્ડિયા જીત નોંધાવી શકે છે.


ત્રીજી ટી20 માટે ઇંગ્લેન્ડ ટીમે કરી પ્લેઇંગ ઇલેવનની જાહેરાત 
પહેલી બે મેચની જેમ, ઇંગ્લેન્ડે ત્રીજી મેચ માટે પણ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે ચેન્નાઈમાં ઈંગ્લેન્ડની ટીમમાં રમનારા એ જ 11 ખેલાડીઓ રાજકોટમાં પણ મેદાન પર જોવા મળશે.


ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: - 
જૉસ બટલર (કેપ્ટન), બેન ડકેટ, ફિલ સોલ્ટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, માર્ક વુડ અને આદિલ રશીદ.


આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન 
શરૂઆતની બંને મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરેલી દેખાય છે. ભારતીય ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયામાં પરિવર્તનનો બહુ અવકાશ નથી. કોલકાતા ટી20 પછી, રિંકુ સિંહને કમરના દુઃખાવાના કારણે બે મેચ માટે બહાર કરવામાં આવ્યો હતો. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી સ્નાયુઓમાં ખેંચાણને કારણે આખી સીરીઝમાંથી બહાર થઈ ગયા હતા. આ બંનેની જગ્યાએ, શિવમ દુબે અને રમનદીપ સિંહે ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો. રાજકોટમાં બંનેમાંથી કોઈને પણ તક મળી શકે છે. જ્યારે ચેન્નાઈ ટી-20 રમનાર ધ્રુવ જુરેલનું બહાર થવું નિશ્ચિત છે.


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: - 
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે/રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી.


આ પણ વાંચો


Cricket: દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સની વાપસી, દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી આ ટૂર્નામેન્ટમાં રમતો દેખાશે, વાંચો ડિટેલ્સ