Delhi vs Railways Ranji Match: રણજી ટ્રોફીમાં રેલવે દિલ્હીના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. આ મેચ માટે દિલ્હીની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આયુષ બદોની દિલ્હીની કેપ્ટનશીપ કરશે. વિરાટ કોહલી દિલ્હીની પ્લેઇંગ ઇલેવનમાં હોવાની શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી મંગળવારે દિલ્હીની ટીમમાં જોડાશે. આ રીતે વિરાટ કોહલી લગભગ 12 વર્ષ પછી સ્થાનિક ક્રિકેટમાં પાછા ફરવા માટે તૈયાર છે. દિલ્હીના કોચ સરનદીપ સિંહે પુષ્ટી આપી છે કે વિરાટ કોહલી રમશે.


શું વિરાટ કોહલી રેલવે સામે રમશે?


આ પહેલા દિલ્હી સૌરાષ્ટ્ર સામે રમી હતી પરંતુ વિરાટ કોહલી પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી ઈજાને કારણે સૌરાષ્ટ્ર સામે રમી શક્યો ન હતો. પરંતુ આ પછી વિરાટ કોહલી મુંબઈમાં ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તે ખરાબ રીતે ફ્લોપ


તાજેતરમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ રીતે ફ્લોપ થયો હતો. તે શ્રેણીની નવ ઇનિંગ્સમાં 23.75ની સરેરાશથી ફક્ત 190 રન બનાવ્યા. જે પછી અવાજો ઉઠવા લાગ્યા કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ રમવું જોઈએ. કોહલી સિવાય ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પણ ટૂંક સમયમાં કર્ણાટક માટે રણજી ટ્રોફી રમતો જોવા મળી શકે છે.


શું કેએલ રાહુલ રણજી ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમશે?


કેએલ રાહુલ હવે રણજી ટ્રોફીના છેલ્લા ગ્રુપ સ્ટેજ મેચમાં કર્ણાટક તરફથી રમતા જોવા મળશે. આ મેચ 30 જાન્યુઆરીથી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે હરિયાણા સામે રમાશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ના પ્રમુખ રઘુરામ ભટે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ડોટ કોમ સાથેની વાતમાં રાહુલની ઉપલબ્ધતાની પુષ્ટી કરી હતી. ભટે કહ્યું હતું કે, "હું અત્યારે બેંગલુરુમાં નથી પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ કેએલ રાહુલ આ મહત્વપૂર્ણ મેચ માટે ઉપલબ્ધ રહેશે."


દિલ્હી ટીમ


આયુષ બદોની (કેપ્ટન), વિરાટ કોહલી, પ્રણવ રાજવંશી, સનત સાંગવાન, અર્પિત રાણા, મયંક ગુસૈન, શિવમ શર્મા, સુમિત માથુર, વંશ બેદી (વિકેટકીપર), મની ગ્રેવાલ, હર્ષ ત્યાગી, સિદ્ધાર્થ શર્મા, નવદીપ સૈની, યશ ધુલ અને ગગન વત્સ.


Ranji Trophy 2025: રોહિત- શુભમન ગિલ બાદ કેએલ રાહુલ પણ રમશે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો ક્યારે યોજાશે મેચ?