Australia vs Sri Lanka: ટી20 વર્લ્ડકપ (T20 World Cup)માં આજે (25 ઓક્ટોબર) ઓસ્ટ્રેલિયા (Australia)ની ટક્કર શ્રીલંકા (Sri Lanka) સામે થશે. બન્ને ટીમો પર્થ સ્ટેડિયમમાં બપોરે 4.30 વાગ્યાથી આમને સામને રહેશે. સુપર 12 રાઉન્ડની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે હારી ચૂકી છે, હવે આજની મેચ ઓસ્ટ્રેલિયા માટે ખુબ જ મહત્વની છે. વળી, શ્રીલંકાની કોશિશ જીતની લય યથાવત રાખવાની રહેશે.  


ઓસ્ટ્રેલિયાએ પોતાની છેલ્લી ચાર ટી20માંથી એક પણ જીત હાંસલ નથી કરી, ટી20 વર્લ્ડકપના ઠીક પહેલા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલી ટી20 સીરીઝમાં પણ તે શરૂઆતની બન્ને મેચોમાં હારનો સામનો કરી ચૂકી છે. ત્રીજી મેચમાં તે એકદમ ખરાબ હાલતમાં હતી, પરંતુ મેચ વરસાદના કારણે પરિણામ વિનાની રહી હતી. આ પછી ટી20 વર્લ્ડકપ સુપર 12 મેચની ઓપનિંગ મેચમાં કિવી ટીમ સામે મોટી શિકસ્ત મળી, આવામાં યજમાન ટીમ હવે જીતના પાટા પર પરત ફરવા માટે દરેક સંભવ કોશિશ કરશે. 


વળી, શ્રીલંકાની વાત કરીએ તો આ ટી20 વર્લ્ડકપની પહેલા મેચમાં નામીબિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારબાદ લંકાન ટીમે પોતાની ત્રણેય મેચો જીતી અને સુપર 12માં પહોંચી છે. જોકે, આ ત્રણેય મેચો ઓસેસિએટ ટીમો સામે હતી. આમ પણ શ્રીલંકા ટીમ એશિયા કપ નો ખિતાબ પણ મેળવી ચૂકી છે.  


મેચ હારી તો મુસીબતમાં આવી જશે ઓસ્ટ્રેલિયા ટીમ -
ઓસ્ટ્રેલિયા ટીમ જો આ મેચ હારી જાય છે, તો સેમિફાઇનલની રેસમાં ટકી રહેવુ ખુબ મુશ્કેલ બની જશે. આવુ એટલા માટે દરેક ગૃપમાં 6 ટીમો છે પરંતુ ટૉપ 2 ટીમો જ સેમિફાઇનલમાં એન્ટ્રી કરશે. આ ગૃપમાં ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો છે, આ બધાની વચ્ચે ટૉપ 2 માટે રેસ છે, ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ વધુ એક મેચ ગુમાવવી ઓસ્ટ્રેલિયાને ટી20 વર્લ્ડકપમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે.