નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે ફસાયેલી આઇપીએલ માટે વધુ એક પ્રસ્તાવ આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બાદ હવે અમીરાત ક્રિકેટ બોર્ડે સંયુક્ત આરબ અમીરાતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સસ્પેન્ડેડ સિઝનની યજમાની કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.
યુએઇ આઇપીએલની યજમાની માટે કરવા માટે કોઇ અજાણ્યો દેશ નથી, ભારતમાં સામાન્યા ચૂંટણીની તારીખોના ઘર્ષણથી બચવા માટે વર્ષ 2014માં યુએઇએ 20 મેચોનુ આયોજન કર્યુ હતુ. આ પ્રસ્તાવ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણય પર કોઇ પ્રતિક્રિયા નથી આપી.
બીસીસીઆઇ કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે યુએઇએ આઇપીએલની યજમાનીનો પ્રસ્તાવ આપ્યો છે, પણ હાલ આના પર કોઇ ફેંસલો નથી લઇ શકાતો કેમકે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય યાત્રા કરવાનો કોઇ સવાલ જ નથી પેદા થતો.
બીસીસીઆઇએ ફરીથી આઇપીએલ શરૂ કરવાની આશા છોડી દીધી છે, કેમકે ભારતમાં હજુ પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તેમને વધુમાં કહ્યું કે આખી દુનિયા હાલ અટકી ગઇ છે, રમતજગત વિશે હાલ કોઇ નિર્ણય લેવો યોગ્ય નથી.
ધૂમલે કહ્યું કે જો આઇપીએલને દેશની બહાર લઇ જવી હોય તો ફ્રેન્ચાઇઝીઓ સાથે પણ વાત કરવી પડશે, કેમકે કેટલાકનુ કહેવુ એવુ પણ છે કે બંધ દરવાજે આઇપીએલનુ આયોજન ભારતમાં જ કરવામાં આવે તો સારુ રહેશે. કેમકે અહીં ફ્રેન્ચાઇઝી અને સ્પૉન્સરને નુકશાનનો પ્રશ્ન થઇ શેક છે.
શ્રીલંકા બાદ હવે આ દેશે આપ્યો IPL 13નું આયોજન કરવાનો પ્રસ્તાવ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2020 02:30 PM (IST)
યુએઇ આઇપીએલની યજમાની માટે કરવા માટે કોઇ અજાણ્યો દેશ નથી, ભારતમાં સામાન્યા ચૂંટણીની તારીખોના ઘર્ષણથી બચવા માટે વર્ષ 2014માં યુએઇએ 20 મેચોનુ આયોજન કર્યુ હતુ. આ પ્રસ્તાવ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણય પર કોઇ પ્રતિક્રિયા નથી આપી
- - - - - - - - - Advertisement - - - - - - - - -