IPL viral Video: 24 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન મારામારીની એક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્ટેડિયમમાં બેઠેલા મુંબઈ અને ગુજરાતના ચાહકો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન ઘણી લાતો અને મુક્કા માર્યા હતા, જોકે કેટલાક લોકો ઝઘડાને ઉકેલવા દરમિયાનગીરી કરતા જોવા મળ્યા હતા.


તમને જણાવી દઈએ કે IPL 2024ની પાંચમી મેચ રવિવારે અમદાવાદમાં રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં શુભમન ગીલની આગેવાનીમાં ગુજરાતની ટીમે 6 રનથી જીત મેળવી હતી.






શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સ (GT), અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024 ની પાંચમી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને 6 રનથી હરાવ્યું. ગુજરાત માટે ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં 19 રન બચાવ્યા અને બે બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો, જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ હતો. હાર્દિકે પહેલા બે બોલમાં 10 રન બનાવીને મેચ લગભગ મુંબઈના ખાતામાં લાવી દીધી હતી, પરંતુ પછી ત્રીજા બોલ પર ઉમેશે તેને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો.


એક સમયે એવું લાગતું હતું કે ગુજરાત મેચ હારી ગયું છે અને મુંબઈ સરળતાથી જીતી જશે. ગુજરાતના બોલરોએ મુંબઈના બેટ્સમેનોને બાંધી રાખ્યા અને મેચ જીતી લીધી. મુંબઈ સતત 12મી સિઝનમાં IPLની તેની પ્રથમ મેચ હારી ગયું છે. 2013 બાદ પ્રથમ મેચમાં મળેલી હાર મુંબઈનો પીછો નથી છોડી રહી.


મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 168/6 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને ટીમ માટે 45 (39 બોલ)ની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 3 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ દરમિયાન બુમરાહે મુંબઈ તરફથી સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.


169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જ્યારે તેણે પ્રથમ ઓવરના ચોથા બોલ પર ઈશાન કિશનના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી, જેને અઝમતુલ્લાએ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો. ત્યારબાદ ટીમે ઝડપી ઇનિંગ રમી રહેલા નમન ધીરના રૂપમાં ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર બીજી વિકેટ ગુમાવી હતી. નમન ધીરે 10 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.