Virat Kohli and Dinesh Karthik: વિરાટ કોહલી (Virat Kohli) એ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ગુવાહાટી ટી20માં 28 બૉલ પર 49 રનની તાબડતોડ ઇનિંગ રમી, તે આ સ્કૉર પર અણનમ રહ્યો. વિરાટની પાસે ફિફ્ટી પુરી કરવાનો મોકો હતો, છતાં તેને પોતાની ફિફ્ટી પુરી ના કરી, ખરેખરમાં, છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિક (Dinesh Karthik) તેને આ એક રન પુરો કરવા માટે સ્ટ્રાઇક પણ આપવા માંગતો હતો, પરંતુ આમ કરવાથી તેને ના પાડી દીધી, કેમેરામાં આ કેદ થઇ ગયુ, જે હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. 


ભારતીય ટીમની ઇનિંગની 19મી ઓવર પુરી થવા પર વિરાટ કોહલી 49 રન પર હતો, નેક્સ્ટ ઓવરમાં કાર્તિક સ્ટ્રાઇક પર હતો, આ ોવરમાં કાર્તિક શરૂઆતના ચાર બૉલ પર 10 રન બનાવી ચૂક્યો હતો, આ પછી તેને વિરાટની પાસે જઇને સ્ટ્રાઇક રૉરેટ કરવાની વાત કરી, પરંતુ વિરાટે આમ કરવાનો ચોખ્ખી ના પાડી દીધી. તે ઇચ્છતો હતો કે કાર્તિક સ્ટ્રાઇક પોતાની પાસે જ રાખે, આ પછી કાર્તિકે ડીપ એક્સ્ટ્રા કવર પર રબાડાને જોરદાર છગ્ગો ફટકાર્યો હતો. 


વિરાટ કોહલીનો આ વીડિયો BCCI એ સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, આમાં વિરાટ કોહલી સ્ટ્રાઇક લેવાની ના પાડતો દેખાઇ રહ્યો છે, સોશ્યલ મીડિયા પર આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 






IND vs SA: ભારતે બીજી ટી20 મેચ જીતી સિરીઝ પર કબજો કર્યો, સૂર્યકુમારની તોફાની બેટિંગ, મિલરે સદી ફટકારી
India vs South Africa, Match Highlights: ગુવાહાટીમાં રમાયેલી બીજી T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની આ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઘરઆંગણે રમીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝ જીતી છે.


આજે, ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ડેવિડ મિલરની તોફાની સદીના કારણે નિર્ધારિત ઓવરમાં 221 રન જ બનાવી શકી હતી. 


ભારતે 238 રનનો ટાર્ગેટ આપ્યો હતો - 
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે 9.5 ઓવરમાં 96 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 37 બોલમાં 43 રન બનાવ્યા હતા જ્યારે કેએલ રાહુલે 28 બોલમાં 57 રનનું યોગદાન આપ્યું હતું.


આ બંનેના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. આ સિવાય વિરાટ કોહલીએ 28 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. આ બેટ્સમેનોની શાનદાર બેટિંગના કારણે ભારત 237 રનનો મોટો સ્કોર બનાવી શક્યું હતું. જોકે, દક્ષિણ આફ્રિકાની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી અને 221 રન બનાવીને 16 રનથી મેચ હારી ગઈ હતી.