Rinku Singh Viral Video: IPLમાં પોતાની બેટિંગથી સૌ કોઇના દિલ જીતનારા ભારતીય બેટ્સમેન રિંકુ સિંહે ભારતીય ટીમ સાથે જોડાયા પછી પણ સારુ પ્રદર્શન કર્યું હતું. બીજી ટી-20માં રિંકૂ સિંહને તેની શાનદાર બેટિંગ બદલ મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો.  રિંકુ સિંહને લઈને સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આયરલેન્ડ વિરૂદ્ધ પોતાની પ્રથમ ટી-20 મેચમાં રિંકુ સિંહ ચમક્યો હતો. આ મેચમાં રિંકુને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. જે બાદ તે એવોર્ડ સમારોહમાં ચેક અને ટ્રોફી લેવા પહોંચ્યો તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.






બુમરાહ ટ્રાન્સલેટર બન્યો


વાસ્તવમાં રિંકુ સિંહને ઓછું અંગ્રેજી આવડે છે. જેના કારણે તે અંગ્રેજી કોમેન્ટેટરને માત્ર અંગ્રેજીમાં જવાબ આપી શક્યો નહીં. આ દરમિયાન કંઈક એવું થયું જેણે બધાનું દિલ જીતી લીધું. જ્યારે ટ્રાન્સલેટરની વાત આવી, ત્યારે કેપ્ટન જસપ્રીત બુમરાહ મદદે આવ્યો અને રિંકુ માટે બધું સરળ કરી દીધું. આ જ કારણ છે કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


રિંકુ સિંહે શું કહ્યું?


મેન ઓફ ધ મેચ લેવા આવેલા રિંકુ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તમને કેવું લાગે છે? તેના જવાબમાં રિંકુએ કહ્યું કે, આ મારી બીજી મેચ હતી, પહેલી મેચમાં મારી બેટિંગ આવી ન હતી. હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું. હું વિચારતો હતો કે મારે મારી જાતને શાંત રાખવી જોઈએ. જેમ મેં આઈપીએલ મેચોમાં કર્યું હતું. આ પછી કેપ્ટન બુમરાહે તેનું ટ્રાન્સલેટ કર્યું હતું


આ દરમિયાન જ્યારે રિંકુ સિંહને પૂછવામાં આવ્યું કે શું તમે તમારા કેપ્ટનની બધી વાતો સાંભળો છો તો રિંકુએ હસીને બુમરાહને કહ્યું કે હા, હું કેપ્ટનની વાત સાંભળું છું. આ પછી રિંકુએ એ પણ જણાવ્યું કે તે IPL પછી ટીમ ઈન્ડિયા માટે રમીને કેવું અનુભવે છે. રિંકુએ કહ્યું, હું છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું, મારો સમય ઘણો મુશ્કેલ રહ્યો છે. મહેનતનું ફળ મળ્યું તે સારું લાગે છે.