India Vs England 2nd Odi: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે 14 જુલાઇએ બીજી વનડે મેચ રમાશે, ત્રણ વનડે મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ વનડે જીતીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. ખાસ વાત છે કે, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પ્રથમ મેચમાં સ્થાન ન હતુ મળ્યુ, હવે આજની બીજી વનડેમાં કોહલી રમશે કે નહીં તેને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે.


ટીમ મેનેજમેન્ટ તરફથી કહેવામા આવી રહ્યું છે કે, આજની બીજી વનડેમાં પણ વિરાટ કોહલીનુ રમવુ લગભગ નક્કી નથી, એટલે કે તે રમંવા માટે ફિટ નથી. ખાસ વાત છે કે, કોહલીને ઇજાના કારણે વનડે સીરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી20 મેચ દરમિયાન વિરાટ કોહલીને ગ્રૉઇન સ્નાયુઓમાં ખેંચ આવી ગઇ હતી, અને આ કારણથી તેને પહેલી વનડેની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેવુ પડ્યુ હતુ. 


વિરાટની ઇજા પર આ પહેલા સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહે કહ્યું હતુ કે મને નથી ખબર કે વિરાટ કોહલીની ઇજા કેટલી ગંભીર છે, ટીમ મેનેજમેન્ટ ઇજા પર ધ્યાન રાખી રહ્યુ છે અને કંઇક અપડેટ આપશે. 


ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની ઇજા વધુ ગંભીર હોવાનુ મનાઇ રહ્યું છે, આ કારણે ટીમ મેનેજમેન્ટ રિસ્ક લેવા નથી માંગતુ. વિરાટનુ બીજી વનડેમા રમવુ લગભગ ના બરાબર છે. 


આ પણ વાંચો.......... 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ નવસારીના વાંસદામાં 16 ઇંચ ખાબક્યો


Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ


ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત


T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ


India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?


IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ