Virat Kohli And Babar Azam: આગામી દિવસોમાં ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે સજ્જ થઇ રહી છે, એશિયા કપ બાદ વર્લ્ડકપ માટે પણ ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પુરેપુરી છે, પરંતુ આ બધાની વચ્ચે હવે વિવાદોએ જોર પકડ્યુ છે. ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ગણના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે, પરંતુ વિરાટ કોહલી બીજા બેટ્સમેનને દુનિયાનો નંબર વન બેટ્સમેન ગણે છે. આશ્ચર્ય થશે, પરંતુ આ સત્ય છે. તેને હાલમાં જ આ હકીકત સ્વીકારી છે. તેને પાકિસ્તાની ખેલાડીને ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક ગણાવ્યો છે.


ખરેખરમાં, વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની પ્રશંસા કરી હતી. તેને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી. કોહલીએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં યાદ કરતા કહ્યું કે, "તેની (બાબર) સાથે મારી પ્રથમ વાતચીત 2019 (ODI) વર્લ્ડકપ દરમિયાન માન્ચેસ્ટરમાં મેચ પછી થઈ હતી."


બાબરે આઝમને નંબર વન બેટ્સમેન ગણાવ્યો - 
કોહલીએ વધુમાં કહ્યું, "હું અંડર-19 વર્લ્ડકપથી ઈમાદ (વસીમ)ને ઓળખું છું અને તેને કહ્યું કે બાબર વાતચીત કરવા માંગતો હતો. અમે બેસીને રમત વિશે વાત કરી. મેં પહેલા દિવસથી જ તેનું ઘણું સન્માન કર્યું." વધુ સન્માન અને તે બદલાયું નથી. તે સંભવતઃ તમામ ફોર્મેટમાં દુનિયાનો ટોચનો બેટ્સમેન છે અને તે યોગ્ય રીતે." કોહલીએ કહ્યું, "તે એક સાતત્યપૂર્ણ પરર્ફોર્મર છે અને મને હંમેશા તેને રમતા જોવાનું પસંદ છે."


એશિયા કપ અને વર્લ્ડકપમાં થશે આમનો સામનો - 
ઉલ્લેખનીય છે કે, બાબર આઝમ ICC વનડે રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. જ્યારે વિરાટ કોહલી આ લિસ્ટમાં 9મા સ્થાને છે. આ ઉપરાંત બાબર આઝમ ટેસ્ટ અને ટી20 રેન્કિંગમાં ટોપ-5માં છે. દરેક ફોર્મેટમાં ટોપ-5માં સ્થાન મેળવનાર તે એકમાત્ર બેટ્સમેન છે. નોંધનીય છે કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે ટકરાશે. વળી, વનડે વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરે બંને વચ્ચે શાનદાર મેચ રમાશે.