Virat Kohli Century Anushka Sharma India vs West Indies: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે ત્રિનિદાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 121 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી હતી. કોહલીની સદી પર તેની પત્ની અનુષ્કા શર્માએ રિએક્શન આપ્યું છે. કોહલીએ સદી બાદ મેદાન પર વેડિંગ રિંગને કિસ કરી હતી. આ પછી અનુષ્કાએ કોહલીની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોસ્ટ કરી હતી.


 
કોહલીએ ત્રિનિદાદ ટેસ્ટના બીજા દિવસે સદી પૂરી કરી હતી. તેણે 206 બોલનો સામનો કરીને 121 રન બનાવ્યા હતા. કોહલીની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેની ઉજવણીની તસવીરો શેર કરી છે. કોહલીએ સદી બાદ સાથી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પછી, તેણે તેના ગળામાં પહેરેલી લગ્નની વીંટી કાઢી અને તેને કિસ કરી હતી. કોહલીની સદી પર તેની પત્ની અનુષ્કાએ રિએક્શન આપ્યું હતું.  અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોહલીની તસવીર પોસ્ટ કરીને હાર્ટ ઈમોજી બનાવી છે. અનુષ્કા શર્માની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.   



કોહલીએ 500મી મેચમાં સદી ફટકારી અનેક રેકોર્ડ તોડ્યા


કોહલીએ 206 બોલમાં 11 ચોગ્ગાની મદદથી  121 રન બનાવ્યા હતા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી છે. કોહલીએ તેની મદદથી એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે. હવે તે સચિન તેંડુલકરથી માત્ર એક સદી પાછળ છે. કોહલીએ વિદેશી ધરતી પર 28 સદી ફટકારી છે. જ્યારે સચિને 29 સદી ફટકારી છે.


વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલીએ એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે. આ મામલે તે સુનીલ ગાવસ્કરની પાછળ છે. ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે 13 સદી ફટકારી છે. કોહલીએ 12 સદી ફટકારી છે. જ્યારે કાલિસે પણ 12 સદી ફટકારી છે. ડી વિલિયર્સે 11 સદી ફટકારી છે.


વિરાટ કોહલી કરિયરની 500મી ઇન્ટરનેશનલ મેચમાં ટ્રિપલ ડિજિટ સ્કોર સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ કોઈ પ્લેયર પોતાની 500મી મેચમાં 50 રન પણ બનાવી શક્યો નહોતો.


લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી


વિરાટ કોહલીએ લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ તેણે 16 ડિસેમ્બર 2018 ના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થમાં વિદેશી ધરતી પર તેની છેલ્લી ટેસ્ટ સદી પૂરી કરી હતી. હવે 1677 દિવસ અને 31 ઇનિંગ્સ બાદ તેણે વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીની આ ત્રીજી ટેસ્ટ સદી હતી. અગાઉ તેણે નોર્થસાઉન્ડ (200) અને રાજકોટ ટેસ્ટ (139)માં સદી ફટકારી હતી.