Virat Kohli Record India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની ત્રીજી વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે, ટીમ ઇન્ડિયાએ આ સીરીઝમાં 2-0 ની અજય લીડ મેળવી લીધી છે. ભારતીય ખેલાડી વિરાટ કોહલી આ મેચમાં એક મોટો અને ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં શ્રીલંકના પૂર્વ સ્ટાર ક્રિકેટર મહેલા જયવર્ધનેનો રેકોર્ડ તોડી શકે છે. આ આ માટે કોહલીને 63 રનોની જરૂર છે. હાલમાં તે આ મામલામાં છઠ્ઠા નંબર પર છે. 


કોહલીએ અત્યાર સુધી રમેલી 267 વનડે મેચોમાં 12588 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 45 સદીઓ અને 64 ફિફ્ટી ફટકારી છે. કોહલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં છઠ્ઠા નંબર પર છે. જો તે 63 રન બનાવી લે છે, તો આ મામલામાં તે મહિલા જયવર્ધનેને પાછળ પાડીને પાંચમા નંબર પર પહોંચી જશે. જયવર્ધનેએ 448 મેચોમાં 12650 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 19 સદી અને 77 ફિફ્ટી ફટકારી છે.


વનડે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે સચીનન નામે - 
વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતીય માસ્ટર બ્લાસ્ટ સચીન તેંદુલકરના નામે નોંધાયેલો છે. સચીન તેંદુલકરે 463 મેચોમાં 18426 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 49 સદી અને 96 ફિફ્ટી બનાવી છે. આ મામલામાં બીજા નંબર પર શ્રીલંકાના કુમાર સાંગાકારા 14234 રન બનાવ્યા છે, રિકી પોન્ટિંગ ત્રીજા નંબર પછે, પૉન્ટિંગે 13704 રન બનાવ્યા છે, જયસૂર્યા 12430 રનોની સાથે ચોથા નંબર પર છે. 


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન -


રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક


શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -


આવિષ્કા ફર્નાન્ડો, નુવાન્દુ ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજયા ડી સિલ્વા, ચરિત અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, દુનિથ વેલાલેજ, ચામિકા કરુણારત્ને, કસુન રજિતા, લાહીરુ કમારા.


ભારત ઈતિહાસ રચવાની નજીક -
ત્રીજી વનડેમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડવાની તક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોઈપણ એક દેશ સામે વનડેમાં સંયુક્ત રીતે 95-95 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં શ્રીલંકાને હરાવશે તો તે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે. ત્યારે ભારત વન-ડે ઈતિહાસમાં કોઈપણ એક દેશ સામે સૌથી વધુ જીત મેળવનાર દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 141માંથી 95 વનડે જીતી છે. આ સાથે જ ભારતે શ્રીલંકા સામે 164 વનડેમાંથી 95માં જીત મેળવી છે.