IND vs SL: એશિયા કપ 2022માં સુપર 4 ટીમોની મેચ રમાઈ રહી છે. જેમાં આજે ભારત-શ્રીલંકા વચ્ચે ટક્કર થવાની છે. આજની મેચ (IND vs SL) પહેલાં પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે એક મોટી વાત કહી છે. તેણે કહ્યું છે કે જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો ટીમ ઈન્ડિયાનું એશિયા કપમાંથી બહાર થઈ જવાનું નિશ્ચિત છે. સહેવાગે એમ પણ કહ્યું છે કે આવી સ્થિતિમાં પાકિસ્તાન એશિયા કપ જીતી શકે છે.


ક્રિકબઝ સાથે વાત કરતાં વિરેન્દ્ર સેહવાગે કહ્યું, "જો ટીમ ઈન્ડિયા ભૂલથી પણ મેચ હારી જાય છે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જો પાકિસ્તાન તેની બેમાંથી એક મેચ હારે છે તો પણ તે સારા નેટ રન રેટના આધારે ફાઇનલમાં પહોંચશે. સુપર 4ના મુકાબલામાં ભારત પાકિસ્તાન સામે એક મેચ હારી ચૂક્યું છે, અને બીજી હાર એશિયા કપમાંથી બહાર ફેંકી દેશે. આવી સ્થિતિમાં ભારત પર દબાણ છે. પાકિસ્તાન લાંબા સમય બાદ એશિયા કપની ફાઈનલ રમશે. એશિયા કપમાં લાંબા સમય બાદ તેણે ભારતને પણ હરાવ્યું છે. એકંદરે આ વર્ષ પાકિસ્તાનનું હોઈ શકે છે."


જો કે, ભારતીય ટીમ સુપર-4ની પોતાની બંને મેચ સારા માર્જિનથી જીતીને એશિયા કપની ફાઇનલમાં પહોંચી શકે છે. જો તે આ બેમાંથી એક મેચ પણ હારી જશે તો તેનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં તેણે અન્ય ટીમોની મેચના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.


પાકિસ્તાનની ટીમ છેલ્લે 2014માં ફાઇનલમાં રમી હતી


પાકિસ્તાનની ટીમ છેલ્લે વર્ષ 2014માં એશિયા કપની ફાઈનલ રમી હતી, જ્યારે તે શ્રીલંકા સામે 5 વિકેટે હારી ગઈ હતી. અત્યાર સુધી પાકિસ્તાન માત્ર બે વખત જ એશિયા કપ જીતી શક્યું છે. તેનાથી વિપરિત ભારત 7 વખત અને શ્રીલંકા 5 વખત એશિયા કપ જીત્યું છે.


આ પણ વાંચોઃ


Corona Vaccine: ભારતની પ્રથમ નાક વાટે આપવામાં આવતી કોરોના રસીને મળી Emergency Use ની મંજૂરી


Ceasefire Violation: દોઢ વર્ષમાં પહેલીવાર સીઝફાયરનું ઉલ્લંઘન, પાકિસ્તાને સરહદ પર કર્યો ગોળીબાર


Gujarat politics: યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા, કહ્યુ- 'કોગ્રેસ પાર્ટી પદ વેચે છે'