ગાંધીનગરઃ પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં હતા. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ વિશ્વનાથ સિંહ વાઘેલાને પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું. ગુજરાત યુથ કોગ્રેસના પૂર્વ મહામંત્રી વિનયસિંહ તોમર ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં સામેલ થતા વિશ્વનાથ સિંહે કહ્યું હતું કે વિકાસની બાબતો જોઇને ભાજપમાં સામેલ થયો છું. હું ભાજપના સેવક તરીકે જોડાયો છું.






ભાજપમાં સામેલ થયા બાદ વિશ્વનાથ સિંહે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે વિકાસની બાબતો જોઇને હું ભાજપમાં જોડાયો છું. આઝાદી સમયના નેતાઓને કોંગ્રેસે કોરાણે મુક્યા છે. દિવસે ને દિવસે કોંગ્રેસની સ્થિતિ ખરાબ થતી ગઈ છે. હું એવા યુવાનોને મદદરૂપ થવાનું વિચારું છું. કાર્યકર્તાઓ આવ્યા છે અને કાર્યકર્તાઓમા અસંતોષ છે. કદાચ કોંગ્રેસની સરકાર બને તો પણ તે ટકી ન શકે. પાર્ટીના નેતાઓ જે કામ સોંપશે તે કામ કરીશું.  તેમણે આક્ષેપ કર્યો હતો કે કોગ્રેસ પાર્ટી પદ વેચે છે.


ઉલ્લેખનીય છે કે વિશ્વનાથ સિંહ વાઘેલાએ રાહુલ ગાંધીના ગુજરાત આગમનના ઠીક એક દિવસ પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી હતી. અનુરાગ ઠાકુર અને પ્રદીપસિંહ વાઘેલા સાથે પણ મુલાકાત કરી હતી. યૂથ કૉંગ્રેસના પ્રમુખપદેથી વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. પાર્ટી છોડતાની સાથે જ વિશ્વનાથસિંહે આરોપ લગાવ્યો હતો કે કૉંગ્રેસ એક જ પરિવારની ભક્તિમાં લીન રહે છે. સાથે જ બળાપો કાઢ્યો કે, મારા જેવા અનેક યુવાઓ કૉંગ્રેસમાં પોતાનો સમય વેડફે છે. તેમણે સનસનીખેજ આરોપ લગાવ્યો કે, મને પ્રમુખ બનાવવા કૉંગ્રેસે મારી પાસેથી દોઢ કરોડ રૂપિયા દીધા હતા.







 


Crude Oil Price Today: ભારતને આંચકો! OPEC+ દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણય બાદ કિંમતોમાં 4%નો વધારો


iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન


IND vs PAK: પાકિસ્તાની ફેન્સ સાથે સેલ્ફી લેતાં રોહિતે મજાકમાં કહ્યું - 'હાથ તો છોડો..', વીડિયો થયો વાયરલ


Teachers Day: PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરાશે


Bhavnagar: ભાવનગરમાં લાખોની કિંમતના સરકારી અનાજની ચોરી, તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા