Women’s T20 World Cup 2024 Warm-Up Schedule: ICC મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે અને તમામ ટીમોએ પોતપોતાના સ્તરે મેચોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈમાં રમાશે. જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ પહેલા કુલ 10 વૉર્મ-અપ મેચો રમાશે. આ વૉર્મ-અપ મેચો 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન રમાશે.


વૉર્મ-અપ મેચોનું શિડ્યૂલ અને વેન્યૂ 
દરેક ટીમને બે વૉર્મ-અપ મેચ રમવાની તક મળશે, જેમાં તમામ ટીમો એકબીજા સામે ટકરાશે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી હરીફ ટીમો સામે ટક્કર લેવાની છે. તમામ 10 વૉર્મ-અપ મેચો સાંજે 07.30 વાગ્યાથી રમાશે.


28 સપ્ટેમ્બર 2024: - 
પાકિસ્તાન વિરૂદ્ધ સ્કૉટલેન્ડ (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
શ્રીલંકા વિરૂદ્ધ બાંગ્લાદેશ (ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ)


29 સપ્ટેમ્બર 2024: - 
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
ભારત વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ)
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઈંગ્લેન્ડ (ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ)


30 સપ્ટેમ્બર 2024: - 
સ્કૉટલેન્ડ વિરૂદ્ધ શ્રીલંકા (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
પાકિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ (ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ)


1 ઓક્ટોબર 2024: - 
વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ (ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઇ)
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ભારત (ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ)


મહિલા ભારતીય ટીમ ફૂલ સ્ક્વૉડ - 
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકાસિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ પાટીલ, સજના સજીવન.


રિઝર્વ ખેલાડીઓઃ ઉમા ચેત્રી (વિકેટકીપર), તનુજા કંવર, સાયમા ઠાકોર


ટી20 વર્લ્ડકપની તમામ ટીમોના કેપ્ટન  
ભારતીય ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌર કરશે જ્યારે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલી છે. વેસ્ટ ઈન્ડિઝની આગેવાની હેલી મેથ્યૂસ કરશે જ્યારે દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ  લૌરા વૉલ્વાર્ડ કરશે. ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ હીથર નાઈટ કરશે, પાકિસ્તાનની કેપ્ટનશીપ ફાતિમા સના કરશે, શ્રીલંકાની કેપ્ટનશીપ ચમારી અથાપટ્ટુ કરશે અને બાંગ્લાદેશની કેપ્ટનશીપ નિગાર સુલતાના જોતી કરશે. સ્કૉટલેન્ડની કેપ્ટનશીપ કેથરિન બ્રાઇસ કરશે, જ્યારે ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ સોફી ડિવાઈન કરશે.


વૉર્મ-અપ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ - 
વિમેન્સ ટી20 વર્લ્ડકપ 2024ની તમામ વૉર્મ-અપ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર કરવામાં આવશે. દર્શકો પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર સમગ્ર ટૂર્નામેન્ટનો આનંદ માણી શકશે.


આ પણ વાંચો


નિવૃત્તિના માત્ર 10 કલાક જ ડ્વેન બ્રાવોની IPL 2025મા વાપસી, KKRની જર્સીમાં જોવા મળશે ધાકડ ઓલરાઉન્ડર