નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમનો ખેલાડી ચેતેશ્વર પૂજારા હાલના દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે અને સસેક્સ (Sussex) ટીમ તરફથી રમી રહ્યો છે. અગાઉ કાઉન્ટી ટીમમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ ચેતેશ્વર પૂજારાની સારુ પ્રદર્શન રૉયલ લંડન વન ડે કપ (Royal London One Day Cup)માં પણ જોવા મળ્યુ છે. અહીં પૂજારાએ પોતાની ટીમ તરફથી શાનદાર સદી ફટકારી છે, જોકે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી.
શુક્રવારે રમાયેલી મેચમાં Sussex ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ Warwickshire સામે માત્ર 79 બોલમાં 107 રન બનાવ્યા હતા. જેમાં તેના નામે 7 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે, ચેતેશ્વર પૂજારાનો સ્ટ્રાઈક રેટ 135.44 હતો.ચેતેશ્વર પુજારા ઘણીવાર ટેસ્ટમાં તેની ટેકનિક અને ધીમી રમત માટે જાણીતો છે. પરંતુ અહીં તેણે આક્રમક બેટિંગ કરી સૌને ચોંકાવી દીધા છે. ચેતેશ્વર પુજારાએ ઇનિંગની 47મી ઓવરમાં કુલ 22 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં પૂજારાએ 4, 2, 4, 2, 6, 4 રન ફટકાર્યા હતા.
જો કે ચેતેશ્વર પૂજારાની આ ઇનિંગ પણ તેની ટીમને જીત અપાવી શકી નથી. ચેતેશ્વર પૂજારા 49મી ઓવરમાં આઉટ થયો, ત્યારબાદ ટીમને જીતવા માટે 20 રનની જરૂર હતી. પરંતુ Sussex જીતથી 4 રન દૂર રહી હતી.
વોરવિકશાયરે પ્રથમ બેટિંગ કરતા 310 રન ફટકાર્યા હતા. રોબ યેટ્સે 114 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં સસેક્સની ટીમ 306 રન બનાવી શકી. પરંતુ ચેતેશ્વર પૂજારાની કેપ્ટનશીપની ઇનિંગે બધાના દિલ જીતી લીધા હતા.
SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી
KUTCH: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આવી વિવાદમાં, ગુજરાતના આ સંતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી