T20 world cup 2022 India vs Netherlands Weather Update: ભારતીય ટીમ આજે ટી20 વર્લ્ડકપ 2022ની બીજી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે, આજે સિડની ગ્રાઉન્ડમાં ટીમ ઇન્ડિયા નેધરલેન્ડ્સ સામે ટકરાશે, આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થવાની છે. ભારત પોતાની પ્રથમ મેચ જીતીને આવ્યુ છે, તો નેધરલેન્ડ્સ પોતાની પ્રથમ મેચ હારીને આવ્યુ છે, આજની મેચ બન્ને માટે મહત્વની છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચેની ટી20 મેચમાં વરસાદ તુટી પડી શકે છે. અહીંના હવામાન અનુસાર, આજે વરસાદની પુરેપુરી શક્યતા છે. જો વરસાદ પડે છે, તો મેચ રદ્દ પણ થઇ શકે છે, કાંતો ઓવરોમાં કાપ આવી શકે છે.  


ક્રિકબઝમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, હવામાન વિભાગે બતાવ્યુ કે સિડનીમાં વરસાદનુ વાતાવરણ રહેશે, ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચની ઠીક પહેલા વરસાદ પડી શકે છે. જોકે વરસાદ રોકાઇ પણ શકે છે. જો હાલમાં સિડનીના હવામાનની વાત કરીએ તો ભારતીય સમયાનુસાર, સવારે 7.30 વાગે વરસાદ પડ્યો હતો, અને બપોરે વરસાદ પડી શકે છે. 


નેધરલેન્ડ vs ટીમ ઇન્ડિયા, જાણો પીચથી લઇને પ્લેઇંગ ઇલેવનનો સંપૂર્ણ રિપોર્ટ -
IND vs NED Match Preview: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં આજે ભારતીય ટીમની (Team India) બીજી મેચ રમાશે. આજે બપોરે ભારતીય ટીમની ટક્કર નેધરલેન્ડ્સ (Netherlands) ટીમ સામે થવાની છે. બન્ને ટીમો સિડનીના મેદાન પર બપોરે આમને સામને થશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ભારતની નજર જીત મેળવવાની હશે. તો વળી નેધરલેન્ડ્સ પણ સુપર 12માં પોતાની પહેલી જીત માટે કોશિશ કરશે. 


નેધરલેન્ડ્સે સુપર 12 રાઉન્ડમાં પોતાની પહેલી મેચ ગુમાવી છે, તેને બાંગ્લાદેશ સામેની મેચમાં રોમાંચક રીતે હાર મળી હતી. નેધરલેન્ડ્સે માત્ર 9 રનથી હારનો સામનો કર્યો હતો. ખરેખરમા નેધરલેન્ડ મોટા ઉલટફેરમાં માહિર છે. ટી20 વર્લ્ડકપ 2009 અને 2014માં તેને ઇંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. આથી ટીમ ઇન્ડિયાએ નેધરલેન્ડ્સને હલકામાં લેવાની ભૂલ ના કરવી જોઇએ.  


પીચ રિપોર્ટ -
સુપર -12 રાઉન્ડના પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 200 રન ફટકારી દીધા હતા. અહીં 12 ટી20 મેચોમાં 6 વાર 190+ સ્કૉર બન્યો છે, આવામાં ભારત-નેધરલેન્ડ્સ મેચમાં પણ રનોનો ઢગલો સંભવ છે. 


ટીમમાં ફેરફાર સંભવ - 
ભારતીય ટીમ આ મેચમાં હાર્દિક પંડ્યાને આરામ આપી શકે છે. તેની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. નેધરલેન્ડ્સની ટીમમાં ફેરફારની આશા નથી.