West Indies ODI Squad Against India 2023: ટેસ્ટ શ્રેણી બાદ હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ODI શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે પણ 27મી જુલાઈથી શરૂ થનારી ODI શ્રેણી માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
આ દિગ્ગજ ખેલાડીની થઈ હકાલપટ્ટી, વિસ્ફોટક બેટ્સમેનની થઈ વાપસી
ભારત સામેની વનડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કેટલાક ખેલાડીઓ પરત ફર્યા છે તો કેટલાક સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેમાં નિકોલસ પૂરન અને જેસન હોલ્ડર જેવા ખેલાડીઓ છે જેમને ટીમમાં સ્થાન મળ્યું નથી. આઈપીએલ 2023માં ધમાલ મચાવનાર શિમરોન હેટમાયર ટીમમાં પરત ફર્યો છે.
કોણ છે વાઈસ કેપ્ટન
વિકેટકીપર શાઈ હોપ ભારત સામેની વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશીપ કરશે. તે જ સમયે, રોવમેન પોવેલને વાઇસ કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ સિવાય કેટલાક ઈજાગ્રસ્ત ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. જેમાં ઝડપી બોલર જેડન સીલ્સ, લેગ-સ્પિનર યાનિક કારિયા અને સ્પિનર ગુડાકેશ મોતીનો સમાવેશ થાય છે.
શું કહ્યુ વેસ્ટ ઈન્ડિઝના ચીફ સિલેક્ટરે
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના ચીફ સિલેક્ટરે કહ્યું, "ઓશેન થોમસ અને શિમરોન હેટમાયરને પાછા આવવાથી હું ખુશ છું. બંને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે. આ સમયે બંને ખેલાડીઓ ટીમના સેટ-અપમાં ફિટ થઈ જશે. શિમરોન ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે, તેના આવવાથી મિડલ ઓર્ડર મજબૂત થશે."
ODI શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ - શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ-કેપ્ટન), એલીક અથાનાજે, યાનિક કેરિયા, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોતી, જેડન કેફેર, જેડન થેસેલેસ અને રોવિન થેસેલેસ.
ભારતની વન ડે ટીમમાં કેટલા ગુજરાતી
ભારતની વન ડે ટીમમાં ચાર ગુજરાતી – હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર
વનડે સીરીઝનું શિડ્યૂલ -
પ્રથમ વનડે, 27 જુલાઇ, કેન્સિગ્ટન ઓવલ, બારબાડોસ ( 7.00 PM)
બીજી વનડે, 29 જુલાઇ, કેન્સિગ્ટન ઓવલ, બારબાડોસ ( 7.00 PM)
ત્રીજી વનડે, 1 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડેમી, ત્રિનિદાદ ( 7.00 PM)