India vs England 2nd T20I live streaming- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. સીરીઝની પ્રથમ મેચ ભારતીય ટીમ જીતીને સીરીઝ પર પહેલાથી 1-0ની લીડ બનાવી લીધી છે. હવે આજે બીજી ટી20 જીતવા પર ભારતની નજર રહેશે, તો સામે ઇંગ્લેન્ડ આજની ટી20 જીતીને સીરીઝ પર બરાબરી કરવા પ્રસાસ કરશે. જાણો આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટી-20 માટેનુ રાત્રે કેટલા વાગે ને કઈ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ જોઇ શકાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટી20 મેચ 9 જુલાઇએ શનિવારે રમાશે. આ મેચ ઇંગ્લેન્ડના બર્મિંઘમ શહેરના એજબેસ્ટૉન મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
ભારત અને ઇંગ્લેન્ડ મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટી20 મેચનુ લાઇવ પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ પર થશે. તમે સોની સ્પોર્ટ્સ 1 અને સોની સ્પોર્ટ્સ 1 એચડી અને સોની ટેન થ્રી પર મેચનું લાઇવ પ્રસારણ જોઇ શકો છો.
ભારત અને ઇંગ્લેન્ડ ટી20નું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકો છો ?
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી ટી20 મેચનુ ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ તમે સોની લિવ એપ પર જોઇ શકો છો.
આ પણ વાંચો.....
Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન
ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ
Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર