Rishabh Pant & Dinesh Karthik: T20 World Cup 2022 માં વધુ સમય નથી બચ્યો. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રમાવવાનો છે. ઓસ્ટ્રેલિયા પહેલીવાર ટી20 વર્લ્ડકપનુ આયોજન કરી રહ્યું છે. ભારત સહિત લગભગ તમામ દેશે ટી20 વર્લ્ડકપ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે વિરાટ કોહલીનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યુ છે. 


વળી, ઋષભ પંત અને દિનેશ કાર્તિક પર પણ સતત વાતો થઇ રહી છે. હવે એ મોટો સવાલ છે કે, શું દિનેશ કાર્તિક આઇપીએલ 2022ની જેમજ ટી20 વર્લ્ડકપમાં ફિનિશ કરી શકશે કે નહીં ? જાણો આ બન્ને વિકેટકીપરના શું કહે છે આંકડા.........  


ઋષભ પંકત (Rishabh Pant) - 
વર્ષ 2022માં ઋષભ પંતે 13 ટી20 મેચો રમી છે, આ વિકેટકીપર બેટ્સમેને આ વર્ષે 13 ટી20 મેચોમાં 260 રન બનાવ્યા છે. આ દરમિયાન ઋષભ પંતની એવરેજ 26.00 છે જ્યારે સ્ટ્રાઇક રેટ 135.42ની રહી છે. વળી, 13 ટી20 મેચોમાં ઋષભ પંતે 1 વાર 50 નો આંકડો પાર કર્યો છે. આ ઉપરાંત ઋષભ પંતનો બેસ્ટ સ્કૉર નૉટઆઉટ 52 રન રહ્યો છે. 


દિનેશ કાર્તિક (Dinesh Karthik) - 
વળી, દિનેશ કાર્તિકે આ વર્ષે 13 ટી20 મેચો રમી છે, તેને આ 13 ટી20 મેચોમાં 192 રન બનાવ્યા છે. આ દરમિયાન દિનેશ કાર્તિકની એવરેજ 21.33 છે, જ્યારે સ્ટ્રાઇક રેટ 133.33 રહી છે, આ ઉપરાંત આ વર્ષે 13 મેચોમા દિનેશ કાર્તિકે 1 વાર 50 રનનો આંકડો પાર કર્યો છે, જ્યારે બેસ્ટ સ્કૉર 55 રનનો રહ્યો છે. જોકે, દિનેશ કાર્તિકે મોટાભાગે ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવી છે.


આ પણ વાંચો........... 


KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો


Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું


Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં


Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો


Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ


Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત