આ મેચમાં તેવટિયા અને પરાગે કરેલી બેટિંગના કારણે હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર હતાશ થઈ ગયો હતો. હૈદરાબાદના ક્રિકેટરો પણ હતાશ હતા તેથી રાજસ્થાનના તેવતિયા સાથે હૈદરાબાદનો ખલીલ ઝગડી પડ્યો હતો. બંને વચ્ચે દલીલબાજી થઈ હતી. હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર ખલીલનો પક્ષ લઈને કૂદતાં તેવતિયા, વોર્નર અને ખલીલ ત્રણેય વચ્ચે ઉગ્ર દલીલબાજી શરૂ થઈ ગઈ હતી.
મેદાન પર થયેલો ઝગડો જોઈને લાગતું જ હતું કે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે હારની હતાશા રાજસ્થાનના રાહુલ તેવતિયા પર કાઢી હતી. તેના કારણે બંને મેદાન પર જ ઝગડી પડ્યા હતા ને બંને વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ હતી. અંપાયર અને સાથી ખેલાડીઓએ બંનેને દૂર લઈ જવા પડ્યા હતા. આ મેચમાં 15 ઓવર સુધી હૈદરાબાદ આ મેચ જીતી જશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ રાહુલ તેવતિયા (45*) અને રિયાન પરાગે (42*) અકલ્પનિય વિજય અપાવ્યો હતો.
તેવટિયાને મેદાન પરથી દૂર લઈ જવાયા પછી પણ વોર્નર અંપાયર સાથે આ મુદ્દે દલીલો કર્યા કરતો હતો.