Women's T20 World Cup 2023: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિક વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમનો રેકોર્ડ સાઉથ આફ્રિકન ટીમ સામે ખુબ સારો રહ્યો છે, ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો તે આજે સાતમી ચેમ્પીયન બનવા માટે મેદાનમાં ઉતરશે. જોકે, આજની મેચમાં કોઇ મોટો ઉલટફેર થાય તો પહેલીવાર સાઉથ આફ્રિકા ટ્રૉફી જીતવામાં સફળ થશે. 


ઉલ્લેખનીય છે કે આજની ફાઇનલ મેચ સાઉથ આફ્રિકાના હૉમ ગ્રાઉન્ડમાં રમાઇ રહી હોવાથી મહિલા ટીમને તેનો ફાયદો મળી શકે છે. દર્શકોનો પણ પુરેપુરો પ્રેમ મળી શકે છે. લીગ સ્ટેજની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલિયન ટીમ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મેચ પહેલા અહીં જાણો કેવી છે બન્નેની ફૂલ સ્ક્વૉડ, કોણે કોણે મળ્યુ છે ટીમમાં સ્થાન.... 


આ પ્રકારે છે બન્નેની ફૂલ સ્ક્વૉડ - 


ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હિલી, ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, હીથર ગ્રાહમ, ગ્રેસ હેરિસ, જેસ જૉનસન, અલાના કિંગ, તાહિલા મેક્ગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શટ, એનાબેલ સધરલેન્ડ, જૉર્જિયા વેરહમ. 


સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
સુને લુઝ (કેપ્ટન), ચ્લૉએ ટ્રાયૉન, એનકે બૉશ, તાજમિન બ્રિટ્સ, નાડિને ડિ ક્લર્ક, એનરી ડર્કસન, લારા ગુડાલ, શબનીમ ઇસ્માઇલ, સિનાલો જાફ્ટા, મેરિજાને કાપ, આયાબોન્ગા ખાકા, મસાબાટા ક્લાસ, નૉનકુલુલેકો મ્લાબા, ડેલ્મી ટકર, લૌરા વૉલ્માર્ટ.