T20 Women WC Score: ટીમ ઈન્ડિયાએ DL મેથડથી આયર્લેન્ડને હરાવી સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પોતાની બંને મેચ જીત્યા બાદ ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમની 11 રને હારના કારણે હવે ગ્રુપ-બીમાં સેમીફાઈનલની રેસ રસપ્રદ બની.

gujarati.abplive.com Last Updated: 20 Feb 2023 08:57 PM
વરસાદને કારણે મેચ રોકાઈ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહત્વની મેચમાં વરસાદને કારણે વિક્ષેપ પડ્યો છે. વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. સાથે જ તમને જણાવી દઈએ કે આયરલેન્ડની ટીમ હજુ પણ ડકવર્થ લુઈસથી 5 રનથી પાછળ છે.

ભારતીય ટીમે આયર્લેન્ડને શરુઆતમાં જ બે ઝટકા આપ્યા

ભારતીય ટીમે આયર્લેન્ડને શરુઆતમાં જ બે ઝટકા આપ્યા છે. હન્ટર અને ઓરલા બંને પેવેલિયન પરત ફરી છે.  હાલમાં આયર્લેન્ડ 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી  33 રન બનાવી લીધા છે. 

ભારતે આયર્લેન્ડને 156 રનનો ટાર્ગેટ આપ્યો

આયર્લેન્ડ સામે કરો યા મરો મેચમાં ભારતે આયરલેન્ડની ટીમને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ શાનદાર 87 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. શૈફાલી વર્માએ 24 રન બનાવ્યા હતા. 

ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો

ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો છે. દિપ્તી શર્મા ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરી છે. ભારતીટ ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા છે. 

સ્મૃતિ મંધના 87 રન બનાવી આઉટ થઈ

સ્મૃતિ મંધના 87 રન બનાવી આઉટ થઈ છે. ભારતીય ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાએ 18.4માં 4 વિકેટ ગુમાવી 143 રન બનાવી લીધા છે. 

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર  પહોંચ્યો છે. ભારતીય ટીમે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 105 રન બનાવી લીધા છે. મંદના 61 રન બનાવી હાલ રમતમાં છે. 

ભારતને પહેલો ઝટકો લાગ્યો, શેફાલી વર્મા 24 રન બનાવીને આઉટ થઈ ગઈ.

આયર્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓપનર શેફાલી વર્મા 24 રન બનાવીને  કેચ આઉટ થઈ ગઈ હતી. ભારતને આ ફટકો 62 રનના સ્કોર પર લાગ્યો હતો.

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી

ભારતની ઓપનર સ્મૃતિ મંધાના  અને શેફાલી વર્માએ મહિલા T20 વર્લ્ડ કપની મહત્વપૂર્ણ મેચમાં આયર્લેન્ડ સામે શાનદાર શરૂઆત કરી છે.  8 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 53-0 છે.

આયર્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

આયર્લેન્ડ પ્લેઇંગ ઇલેવન : એમી હન્ટર, ગેબી લુઇસ, ઓર્લા પ્રેન્ડરગેસ્ટ, એઇમિયર રિચાર્ડસન, લુઇસ લિટિલ, લૌરા ડેલની (C), અર્લીન કેલી, મેરી વાલ્ડ્રોન (wk), લિઆહ પોલ, કારા મરે, જ્યોર્જીના ડેમ્પસે.

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન:  સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (C), રિચા ઘોષ (WK), દેવિકા વૈદ્ય, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શિખા પાંડે, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંહ

ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો છે

આજે ભારતનો મુકાબલો આર્યલેન્ડ સામે છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs IRE, WT20: મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પોતાની શરૂઆતની બંને મેચ જીત્યા બાદ ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે રાત્રે ભારતીય ટીમની 11 રને હારના કારણે હવે ગ્રુપ-બીમાં સેમીફાઈનલની રેસ રસપ્રદ બની ગઈ છે. હવે ભારતીય ટીમ માટે આ ગ્રુપની છેલ્લી મેચ જીતવી મહત્વપૂર્ણ બની ગઈ છે. તેણે આ મેચ આયર્લેન્ડ સામે રમવાની છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.