ICC Women's World Cup 2022: ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ મેદાન પર આવતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે હવે મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બની ગઈ છે. તેણે આ મામલે ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન બેલિન્ડા ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો હતો.


બેલિન્ડા ક્લાર્કે 23 મેચમાં કેપ્ટનશિપ કરી હતી. મિતાલીએ આજે ​​સુકાની તરીકે 24મી વખત મહિલા વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા તેની કપ્તાનીમાં 23 મેચમાં ભારતે 14માં જીત મેળવી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં એક મેચ અનિર્ણિત રહી છે.


2022 મહિલા વન ડે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ મિતાલીની કેપ્ટન્સીમાં પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


બેટ્સમેન તરીકે આ વર્લ્ડ કપમાં મિતાલીનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તે પાકિસ્તાન સામે નવ રન અને ન્યુઝીલેન્ડ સામે 31 રન બનાવી શકી હતી. મિતાલી વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર પાંચ રન બનાવી શકી હતી. ભારતે વર્લ્ડ કપ જીતવો હોય તો મિતાલીને પણ મોટી ઇનિંગ્સ રમવી પડશે.


આ તેનો છેલ્લો વર્લ્ડ કપ પણ હોઈ શકે છે. મિતાલી વનડેમાં વિશ્વની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 227 વનડેની 206 ઇનિંગ્સમાં 7663 રન બનાવ્યા છે. જેમાં સાત સદી અને 62 અડધી સદી સામેલ છે.


ICC મહિલા વિશ્વ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી-



  • મિતાલી રાજ - 24

  • બેલિન્ડા ક્લાર્ક - 23

  • સુસાન ગોટમેન - 19

  • ટ્રિશ મેકકેલ્વે – 15