નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમને વર્લ્ડ કપમાં પહેલી હાર મળી છે. ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે 62 રનથી પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 260 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 47મી ઓવરમાં 198 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી હરમનપ્રીત કૌરે 63 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેમ છતાં ભારતીય ટીમ જીત મેળવી શકી નહોતી. ન્યૂઝીલેન્ડની આ સતત બીજી જીત છે. પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા બાદ હવે બાંગ્લાદેશ બાદ ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું છે.


હરમનપ્રીતની વિસ્ફોટક ઇનિંગ


ભારતીય ટીમની વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌર 63 બોલમાં 71 રન બનાવીને આઉટ થઇ હતી. ભારતીય ટીમને 30મી ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. અમેલિયા કેરે પહેલા મિતાલી રાજ અને પછી રિચા ઘોષને આઉટ કર્યા. મિતાલીએ 56 બોલમાં 31 રન બનાવ્યા હતા. રિચા ઘોષ ગુગલી પર બોલ્ડ થઈ ગઈ.


દીપ્તિ શર્માએ 5 રન બનાવ્યા હતા. જેસ કેરે છઠ્ઠી ઓવરમાં ભારતીય ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. પાકિસ્તાન સામેની મેચમાં ફિફ્ટી ફટકારનારી સ્મૃતિ મંધાના 6 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.


આ અગાઉ ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 260 રન બનાવ્યા હતા. એમી સેટરથવેટે 75 રન બનાવ્યા હતા. તે સિવાય  હેલી જેન્સન 7 બોલમાં એક રન બનાવીને આઉટ થઈ હતી. એમી સેટરથવેટ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ માટે 4500 રન બનાવનારી બીજી ખેલાડી બની ગઈ છે. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે 4 અને રાજેશ્વરી ગાયકવાડે બે વિકેટ લીધી હતી.


 


સરકારે લૉન્ચ કરેલી UPI123Pay શું છે, નાના લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં કઇ રીતે કરે છે મદદ, જાણો આખી પ્રૉસેસ.............


Holashtak 2022: આજથી હોળાષ્ઠક શરૂ,આ શુભ કાર્ય કરવા વર્જિત, જાણો ક્ઇ તારીખથી કરી શકશો માંગલિક કાર્ય


તમારું આધાર કાર્ડ તમને છેતરપિંડીથી બચાવશે, બસ આ કામ કરવું પડશે


શ્રીલંકા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં આ બે ઘાતક ખેલાડીઓને રમાડશે રોહિત શર્મા, કોની જગ્યાએ કોને લેવાશે ?