Women T20 WC: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ભારતીય ટીમે પોતાનો દમ બતાવ્યો છે. તેની પ્રથમ વોર્મ-અપ મેચમાં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 20 રનથી હરાવ્યું હતું. જેમિમાહ રોડ્રિગ્સની અડધી સદી બાદ ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. પૂજા વસ્ત્રાકરે ત્રણ વિકેટ લીધી હતી.






પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 141 રન કર્યા હતા. શેફાલી વર્મા (7) અને વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના (14) સારી બેટિંગ કરી શક્યા નહોતા અને બંને વહેલા પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત માત્ર 1 રન કરી શકી હતી.


જેમિમાહે અડધી સદી ફટકારી હતી


આ પછી યાસ્તિકા ભાટિયા (24) અને જેમિમાહ રોડ્રિગ્સ (52) ભારતીય ટીમને મોટા સ્કોર સુધી લઈ ગયા હતા. દીપ્તિ શર્મા અણનમ રહી અને 13 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝે 4 ઓવરમાં 17 રન કરીને ચાર વિકેટ લીધી હતી.


શિનેલ હેનરીની અડધી સદીની ઇનિંગ્સ


ભારતના 141 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન હેલી મેથ્યૂસ (0) અને કિયાના જોસેફ (1) 8 રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. શમૈન કેમ્પબેલે 20 રનનું યોગદાન આપ્યું હતું. શિનેલ હેનરીએ અણનમ રહીને 59 રન કર્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શકી નહોતી. વેસ્ટ ઈન્ડિઝ માત્ર 121 રન બનાવી શકી હતી.


ભારતીય મહિલા ટીમના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. રેણુકાએ 3 ઓવરમાં 15 રન આપ્યા હતા. પૂજાએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ ત્રણ ઓવરમાં 11 રન આપીને બે વિકેટ લીધી હતી.


વૉર્મ-અપ મેચોનું શિડ્યૂલ અને વેન્યૂ 
દરેક ટીમને બે વૉર્મ-અપ મેચ રમવાની તક મળશે, જેમાં તમામ ટીમો એકબીજા સામે ટકરાશે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી હરીફ ટીમો સામે ટક્કર લેવાની છે. તમામ 10 વૉર્મ-અપ મેચો સાંજે 07.30 વાગ્યાથી રમાશે.


30 સપ્ટેમ્બર 2024: - 
સ્કૉટલેન્ડ વિરૂદ્ધ શ્રીલંકા (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
પાકિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ (ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ)


1 ઓક્ટોબર 2024: - 
વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ (ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઇ)
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ભારત (ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ)