મેચમાં એલિસા હિલીએ જબરદસ્ત બેટિંગ કરતાં 83 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 20 ઓવરમાં 189 રન બનાવ્યા અને બાંગ્લાદેશની ટીમ 109 રન જ બનાવી શકી હતી.
એલિસા હિલીના ત્રણ રેકોર્ડની વાત કરીએ તો.....
- મહિલા ટી20 વર્લ્ડકપમાં વિકેટકીપર દ્વારા સૌથી વધુ 558 રન
- મહિલા ટી20 વર્લ્ડકપમાં વિકેટકીપર દ્વારા સૌથી વધુ 22 શિકાર
- મહિલા ટી20 વર્લ્ડકપ વિકેટકીપર દ્વારા સૌથી મોટી 83 રનની ઇનિંગ
નોંધનીય છે કે, હાલ મહિલા ટી20 વર્લ્ડકપ 2020 રમાઇ રહ્યો છે, ભારતીય ટીમ કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. હાલ ત્રણેય મેચો જીતીને ટીમ ઇન્ડિયા પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે.