Indian Women's Cricket Team: મહિલા એશિયા કપમાં આજે (10 ઓક્ટોબર) રમાયેલી મેચમાં ભારતીય ટીમે થાઈલેન્ડ સામે શાનદાર જીત મેળવી છે. પ્રથમ બોલિંગ કરતા ભારતીય ટીમે થાઈલેન્ડની આખી ટીમને માત્ર 37 રનમાં આઉટ કરી દીધી હતી. આ પછી ભારતીય બેટ્સમેનોએ માત્ર 6 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે સેમીફાઈનલમાં પણ એન્ટ્રી કરી લીધી છે.


ભારતે પહેલાં બોલિંગ પસંદ કરીઃ


આ મેચમાં સ્મૃતિ મંધાના ભારતીય ટીમની કમાન સંભાળી રહી હતી. તેણે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ તેમના કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને તે શરૂઆતથી જ બેટિંગ કરવા આવતી થાઈલેન્ડની મહિલા ખેલાડીઓને પેવેલિયન મોકલતી રહી. થાઈલેન્ડની 9 ખેલાડીઓ તો બે અંકનો સ્કોર પણ નહોતી બનાવી શકી. એકમાત્ર નાનાપટ કોંચરોંકાઈએ સૌથી વધુ 12 રન બનાવ્યા હતા. સમગ્ર ટીમ 15.1 ઓવરમાં 37 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


ભારત તરફથી સ્નેહ રાણાએ 9 રનમાં 3 વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 અને મેઘના સિંહને એક વિકેટ મળી હતી. 38 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. શેફાલી વર્મા (8), એસ મેઘના (20) અને પૂજા વસ્ત્રાકર (12)ની વિકેટ ગુમાવ્યા બાદ ભારતને 9 વિકેટે આસાન જીત અપાવી હતી. સ્નેહ રાણાને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી.


ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચીઃ


આ જીત સાથે ભારતીય ટીમે સેમી ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે લીગ તબક્કામાં તેની તમામ 6 મેચ રમી, 5માં જીત મેળવી અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતનો એકમાત્ર પરાજય પાકિસ્તાન સામે થયો હતો. પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો પણ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. બંને ટીમોના 8-8 પોઈન્ટ છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ચોથી ટીમ માટે થાઈલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે છે.


આ પણ વાંચો...


Matthew Wade cheating: મેદાન પર મેથ્યૂ વેડની શરમજનક હરકત, કેચ પકડવા દોડેલા માર્ક વુડને ધક્કો માર્યો