Women's T20 Challenge: જયપુરમાં રમાશે મહિલા IPL, આ વખતે આટલી ટીમ લેશે ભાગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Feb 2020 05:16 PM (IST)
મહિલા ટી-20 ચેલેન્જમાં ચાર ટીમો હિસ્સો લેશે. 2018માં આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ માત્ર એક જ મેચ રમાઈ હતી. 2019માં ત્રણ ટીમો- વેલોસિટી, ટ્રેલબ્લેઝર્સ અને સુપરનોવાસ ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી.
(મહિલા આઈપીએલની ફાઈલ તસવીર)
જયપુરઃ મહિલા ક્રિકેટનો દેશભરમાં મોટાપાયે ફેલાવો કરવા અને નવા ખેલાડીઓને મોકો આપવા ચાલુ વર્ષે મહિલાઓની આઈપીએલમાં મોટો બદલાવ કરવામાં આવશે. મહિલા ટી-20 ચેલેન્જની ત્રીજી સીઝનમાં આ વખતે ચાર મેચ જયપુરમાં રમાશે અને એક નવી ટીમ ઉમેરવામાં આવશે. બીસીસીઆઈએ શનિવારે આ માહિતી આપી હતી. મહિલા ટી-20 ચેલેન્જમાં ચાર ટીમો હિસ્સો લેશે. 2018માં આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ માત્ર એક જ મેચ રમાઈ હતી. 2019માં ત્રણ ટીમો- વેલોસિટી, ટ્રેલબ્લેઝર્સ અને સુપરનોવાસ ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી. બીસીસીઆઈના નિવેદનમાં જણાવ્યા મુજબ, મહિલાઓની રમતને વિકસિત કરવા અને વર્તમાન પ્રતિબદ્ધતા અંતર્ગત બીસીસીઆઈ મહિલા ટી-20 ચેલેન્જની જાહેરાત કરીને ખુશ છે. ચાલુ વર્ષે એક નવી ટીમ ઉમેરાશે અને આ વખતની સીઝનમાં વિશ્વભરની સ્ટાર મહિલા ક્રિકેટર પણ ભાગ લેશે. ત્રીજી સીઝનમાં કુલ સાત મેચ રમાશે. જેનું આયોજન સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઈપીએલના પ્લ-ઓફ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે. પુરુષોની આઈપીએલ 2020ની શરૂઆત 29 માર્ચથી થશે. જેન પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. IND v NZ: બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમથી અહીં થઈ ભૂલ, હનુમા વિહારીએ કહી આ વાત ભારત પ્રવાસ પહેલા દક્ષિણ આફ્રિકાને લાગ્યો મોટો ઝટકો, આ ઘાતક બોલર થયો ટીમમાંથી બહાર હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 25 બોલમાં ફટકાર્યા 38 રન અને લીધી 3 વિકેટ