Women T20 World Cup: મહિલા ટી20 વર્લ્ડકપ (Women T20 World Cup) 2023ની શરૂઆત થઇ ચૂકી છે. આ વખતે વર્લ્ડકપ સાઉથ આફ્રિકામાં રમાઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં આજે ભારતીય મહિલા અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમ આમને સામે ન્યૂલેન્ડ ગ્રાઉન્ડ પર ટકરાશે. આ મેચ શરૂ થાય તે પહેલા પીચને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. જાણો અહીં આજે પીચનો શુ છે મિજાજ, ને કોણે કરશે મદદરૂપ, શું રહેશે ટૉસની ભૂમિકા..... 


પીચ રિપોર્ટ -
મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે રમાનારી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ પહેલા પીચ વિશે વાત કરીએ, તો આજની પીચનો મિજાજ થોડો અલગ જરૂર રહેવાનો છે. અહીં શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બૉલરોને મદદ મળતી દેખી શકાશે. આવામાં ટૉસ જીતનારી ટીમ પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કરી શકે છે. આ પીચ પર ટી20 ફૉર્મેટમાં પહેલી ઇનિંગમાં એવરેજ સ્કૉર 150 રનની આસપાસ રહી શકે છે.


સાઉથ આફ્રિકાના ન્યૂઝીલેન્ડની પીચને લઇને મેચ પહેલા મોટુ અપડેટ સામે આવ્યુ છે. આજની પીચ સારી છે, સારી હોવાની વાત પીચ ક્યૂરેટર કરી છે, જોકે આમ છતાં આ મેચ હાઇ સ્કૉરિંગ નહી રહે, કેમ કે રમત દરમિયાન પીચ બૉલરોને મદદરૂપ સાબિત થઇ શકે છે. 


ગ્રુપ-1 -
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- સાઉથ આફ્રિકા
- શ્રીલંકા
- બાંગ્લાદેશ


ગ્રુપ-2 - 
- ઇગ્લેન્ડ
- ભારત
- વેસ્ટ ઇન્ડિઝ
- પાકિસ્તાન
- આયરલેન્ડ


મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ - 
- કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ
- પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ


ભારતીય ટીમ જીતી ચૂકી છે આ વર્ષે પહેલો આઇસીસી વર્લ્ડકપ - 
આ વર્ષે રમાયેલા આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ પર ભારતીય મહિલા ટીમે કબજો જમાવી દીધો, અને ઇતિહાસનો પહેલો મહિલા વર્લ્ડકપ શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય ટીમે હાંસલ કર્યો છે. 


ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં અંડર-19ની કેપ્ટન શેફાલી વર્મા આ યાદીમાં સૌથી આગળ છે. આ સમયે તેના સિવાય બીજો કોઈ ખતરનાક ઓપનિંગ બેટ્સમેન નથી. તેણે 51 ટી20માં 48 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134.53 છે. આ સાથે અનુભવી સ્મૃતિ મંધાના પણ ઝડપી રન બનાવવામાં માહિર છે.