World Cup 2023 Points Table After IND vs NZ: ભારતીય ટીમે ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામેના 20 વર્ષના દુકાળ અંત લાવ્યો અને ધર્મશાલા મેદાન પર વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં કિવી ટીમને 4 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલમાં નંબર વનનો તાજ હાંસિલ કર્યો, જે મેચ પહેલા ન્યુઝીલેન્ડ પાસે હતો. હાર બાદ ન્યુઝીલેન્ડ બીજા સ્થાને સરકી ગયું છે. જ્યારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની હાલત ખરાબ થઈ ગઈ છે.
ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત પાંચમી જીત હતી. મેચ પહેલા, ન્યુઝીલેન્ડ પણ 2023 વર્લ્ડ કપમાં એકપણ મેચ હાર્યું ન હતું, પરંતુ ટીમ ઇન્ડિયાએ તેની જીતનો સિલસિલો અટકાવ્યો હતો. ભારતીય ટીમ હાલમાં એવી ટીમ છે જેણે ટેબલમાં સૌથી વધુ 10 પોઈન્ટ મેળવ્યા છે. ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
આ ટીમો ટોપ-4માં સામેલ છે, ઈંગ્લેન્ડ-પાકિસ્તાન બહાર
ટોપ-4 ટીમોની વાત કરીએ તો ભારતીય ટીમ પ્રથમ સ્થાને અને ન્યુઝીલેન્ડ બીજા સ્થાને જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડે 5માંથી 4 મેચમાં વિજયની રેખા પાર કરી છે. દક્ષિણ આફ્રિકા ટોપ-4ની યાદીમાં ત્રીજા સ્થાને જોવા મળે છે, જેણે ટુર્નામેન્ટમાં 4માંથી 3 મેચ જીતી છે અને 6 પોઈન્ટ અને +2.212નો નેટ રન રેટ હાંસલ કર્યો છે. યાદીના અંતે, એટલે કે, ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે, જેણે 4માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ મેળવ્યા છે. જો કે, કાંગારૂ ટીમનો નેટ રન રેટ નકારાત્મક (-0.193) છે.
બીજી ટીમોની પણ આ જ હાલત છે
બાકીની ટીમોમાં, પાકિસ્તાન 4 મેચ પછી 4 પોઈન્ટ અને નેગેટિવ -0.456 નેટ રનરેટ સાથે પાંચમા ક્રમે છે, બાંગ્લાદેશ 4 મેચ પછી 2 પોઈન્ટ અને નેગેટિવ -0.784 નેટ રનરેટ સાથે છઠ્ઠા સ્થાને છે, નેધરલેન્ડ 2 પોઈન્ટ અને નેગેટિવ -0.790 નેટ રનરેટ સાથે સાતમા ક્રમે છે. શ્રીલંકા 2 પોઈન્ટ અને નેગેટીવ -1.048 નેટ રનરેટ સાથે આઠમા સ્થાને છે, ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ અને નેગેટિવ -1.248 નેટ રનરેટ સાથે નવમા સ્થાને છે અને અફઘાનિસ્તાન 2 પોઈન્ટ અને નેગેટિવ નેટ રનરેટ સાથે દસમા સ્થાને છે. નોંધનીય છે કે આ સ્ટોરી લખાઈ ત્યાં સુધી માત્ર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5-5 મેચ રમાઈ છે જ્યારે અન્ય ટીમો 4-4 મેચ રમી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial