world cup 2023 : દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક ICC ODI વર્લ્ડ કપ 2023 (CWC 2023)માં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે.  ટુર્નામેન્ટની 32મી મેચ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ (SA vs NZ) વચ્ચે પુણેમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે સાઉથ આફ્રિકાની ટીમને પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી અને ચાહકોને ડી કોકની શાનદાર બેટિંગ જોવા મળી હતી અને તેણે પોતાની જ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે હવે ODI વર્લ્ડ કપની એક જ સિરિઝમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી સફળ બેટ્સમેન બની ગયો છે અને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાનો વિકેટકિપર બેટ્સમેન ડી કોક ખૂબ જ શાનદાર ફોર્મમાં છે. ડી કોકના બેટથી આ વર્લ્ડ કપમાં ચોથી સદી છે.  






ક્વિન્ટન ડી કોકે જેક્સ કાલિસનો રેકોર્ડ તોડ્યો


ક્વિન્ટન ડી કોકે ન્યૂઝીલેન્ડ સામેની તેની ઇનિંગ્સમાં 55 રન પૂરા કરતાની સાથે જ દક્ષિણ આફ્રિકા માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી, જે અત્યાર સુધી જેક્સ કાલિસના નામે હતી. 2007 ODI વર્લ્ડ કપમાં, કાલિસે 10 મેચની 9 ઇનિંગ્સમાં 80.83 ની એવરેજથી 485 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા માટે ODI વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.


દક્ષિણ આફ્રિકા માટે ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા


ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ક્વિન્ટન ડી કોકે 6 ઇનિંગ્સમાં 431 રન બનાવ્યા હતા. ડાબા હાથના બેટ્સમેને કિવી સામે ધીમી શરૂઆત કરી અને 60 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 55 રનના આંકડા પર પહોંચ્યા બાદ તેણે જેક કાલિસનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ સિવાય વિકેટકીપર-બેટ્સમેને વર્તમાન ટૂર્નામેન્ટમાં પોતાના 500 રન પૂરા કર્યા છે અને તે અત્યાર સુધીનો એકમાત્ર ખેલાડી છે.


ક્વિન્ટન ડી કોક તેનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેણે શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ટૂર્નામેન્ટ બાદ ODI ક્રિકેટને અલવિદા કહી દેશે.