World Cup 2023 Semi Final And Final Tickets: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારત દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. ટુર્નામેન્ટમાં ભારત અને દક્ષિણ આફ્રિકાના રૂપમાં બે સેમિ ફાઇનલિસ્ટ ટીમો મળી છે અને બાકીની 2 ટીમોની રાહ જોવાઇ રહી છે. આવી સ્થિતિમાં જો તમે ગ્રાઉન્ડ પર જઇને સેમિફાઇનલ અને ફાઇનલ મેચ જોવા માંગતા હોવ અને તમને હજુ સુધી ટિકિટ મળી નથી તો અમે તમારા માટે ફાઇનલ અને સેમિફાઇનલની ટિકિટ મેળવવાની એક શાનદાર તક લઈને આવ્યા છીએ.                                             






વાસ્તવમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની ફેન આર્મી 'ઇંગ્લેન્ડ બાર્મી આર્મી' સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટો વેચી રહી છે. ઈંગ્લેન્ડની બાર્મી આર્મી વતી માહિતી આપતા લખવામાં આવ્યું હતું કે, "યોજનામાં તાજેતરના ફેરફારને કારણે અમારી પાસે સેમિફાઈનલ અને ફાઈનલ માટે ટિકિટ પેકેજ બાકી છે." તમે આ ટિકિટો સંપૂર્ણ પેકેજ સાથે ખરીદી શકો છો એટલે કે પેકેજમાં હોટેલમાં રોકાણનો સમાવેશ થાય છે.


ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. સતત છઠ્ઠી મેચ હાર્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 2023 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું. જો કે ઈંગ્લેન્ડને હજુ નેધરલેન્ડ અને પાકિસ્તાન સામે બે લીગ મેચ રમવાની છે, પરંતુ તે ટીમને કોઈ ફાયદો થશે નહીં. બાકીની બે મેચ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ પૂર્ણ કરવાની ઔપચારિકતા બની રહેશે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડે તેની બીજી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે.


આ છે સેમિફાઈનલ અને ફાઈનલનો કાર્યક્રમ


ટૂર્નામેન્ટની 45મી એટલે કે છેલ્લી લીગ મેચ 12 નવેમ્બર, રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ પછી, પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બર, બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. ત્યારબાદ બીજી સેમિફાઇનલ 16 નવેમ્બર ગુરુવારે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાશે. આખરે 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે.