નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્દ વન-ડે અને ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમની આજે જાહેરાત થશે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલ અનુસાર કુલદીપ યાદવની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ શકે છે. જ્યારે યુવા બોલર રવિ બિશ્નોઇને ટી-20 ટીમમાં સ્થાન મળી શકે છે. કુલદીપ યાદવ છ મહિના બાદ વાપસી થઇ શકે છે. તેને વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.
આ અગાઉ કુલદીપ યાદવે જૂલાઇ 2021માં શ્રીલંકાના પ્રવાસ પર વન-ડે અને ટી-20 સીરિઝ રમી હતી. જ્યારે રવિ બિશ્નોઇને પ્રથમવાર ટીમમાં સ્થાન મળી શકે છે. તેની પાસે ડેબ્યૂની તક છે. આ સીરિઝથી રોહિત શર્મા વાપસી કરી રહ્યો છે. કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની આ પ્રથમ વન-ડે સીરિઝ રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી બેંગલુરુ સ્થિત ક્રિકેટ એકેડમીમાં છે અને ત્યાં ફિટનેસ પાસ કરી છે.
ભારતીય ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના વન ડે અને ટી20 કેપ્ટન રોહિત શર્માએ ફીટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં દક્ષિણ આફ્રિકા પ્રવાસે ગયો નહોતો અને તેનું ટીમમાં કમબેક થશે. વ્હાઇટ બોલ ક્રિકેટના કેપ્ટન રોહિતના આવવાથી ટીમમાં ઘણું સંતુલન જોવા મળશે.
બુમરાહને આરામ અપાય તો કોને મળી શકે તક
જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા હર્ષલ પટેલ તથા અવેશ ખાનને પણ તક આપવામાં આવી શકે છે. જ્યારે અક્ષર પટેલને પણ મોકો મળી શકે છે.