LLC 2022: હાલમાં લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ ઓમાનમાં રમાઇ રહી છે. ગઇકાલે રાત્રે મસ્કતમાં રમાયેલ ઈંડિયા મહારાજા અને એશિયા લોયન્સ વચ્ચેની મેચમાં જોરદાર પાવર હિટિંગ જોવા મળી. મેચમાં ઇન્ડિયા મહારાજાસે એશિયા લાયન્સને 6 વિકેટે હરાવી દીધુ હતુ. આ મેચમાં રિટાયર ગુજ્જુ ક્રિકેટરો પઠાણ બંધુઓનો ફરી એકવાર જલવો જોવા મળ્યો. યુસુફ પઠાણે શાનદાર બેટિંગ કરતા 200ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા.
મેચમાં એશિયા લાયસન્સે પહેલી બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંડિયા મહારાજાસે 176 રનના ટાર્ગેટને 19.1 ઓવરમાં 4 વિકેટ ખોઈને મેળવી લીધું હતું. આ ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા મહારાજાસે જીત સાથે શરૂઆત કરી હતી.
ઈંડિયા મહારાજાસની જીતનો હીરો યુસુફ પઠાણ રહ્યો હતો. તેણે 40 બોલમાં 80 રન ફટકાર્યા હતાં. યુસુફ પઠાણે ફક્ત 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં 5 છગ્ગા અને 9 ચોગ્ગા લગાવ્યા હતાં, આ ઉપરાંત કેપ્ટન મોહમ્મદ કૈફ 42 રન અને ઈરફાન પઠાણ 21 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.
આ પણ વાંચો.......
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ
જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ