પણ જો આજની અંતિમ ટી20 મેચમાં યુજવેન્દ્ર ચહલને મોકો મળશે, તો તેના માથે એક ખરાબ અને અણગમતો રેકોર્ડ પણ નોંધાઇ શકે છે. રેકોર્ડ કાર્ડ પ્રમાણે જો ચહલ આજની મેચમાં કોઇપણ બેટ્સમેન દ્વારા એકપણ છગ્ગો ખાશે તો સૌથી વધુ છગ્ગો ખાનારો બૉલર બની જશે.
ખાસ કરીને ચહલ લેગ સ્પિન બૉલિંગથી બેટ્સમેનોને લલચાવી વિકેટ લેવાનો પ્રયાસ કરે છે, જેથી તેના બૉલ પર સિક્સ ફટકારવી કોઇપણ બેટ્સમેનને સરળ રહે છે.
ટી20માં સૌથી વધુ છગ્ગા ખાવામાં હાલ બાંગ્લાદેશનો બૉલર શાકિબ અલ હસન આગળ છે, બાદમાં ચહલનો નંબર આવે છે.
T20Iમાં સૌથી વધુ છગ્ગા ખાનારા બૉલરો.....
65 છગ્ગા- શાકિબ અલ હસન (બાંગ્લાદેશ - 76 મેચ)
64 છગ્ગા- યુજવેન્દ્ર ચહલ (ભારત - 36 મેચ)
63 છગ્ગા- થિસારા પરેરા (શ્રીલંકા - 79 મેચ)
63 છગ્ગા- ટિમ સાઉથી (ન્યૂઝીલેન્ડ - 66 મેચ)
62 છગ્ગા- શાહિદ આફ્રિદી (પાકિસ્તાન - 99 મેચ)