Zaheer Khan Told Virat Kohli That He Ended His Career: ઝહીર ખાનની ગણતરી ભારતીય ક્રિકેટ ઈતિહાસના મહાન ડાબોડી ફાસ્ટ બોલરોમાં થાય છે. વર્ષ 2011ના ODI વર્લ્ડકપમાં ઝહીરે તેની બોલિંગથી ટીમને ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ તે લાંબા સમય સુધી ભારતીય ટીમની બોલિંગની આગેવાની કરતો જોવા મળ્યો હતો. જોકે ઝહીર 100 ટેસ્ટ મેચ રમવામાં સફળ થઈ શક્યો નહોતો. આ અંગે મોટો ખુલાસો કરતા ઈશાંત શર્માએ કોહલીને આનું કારણ જણાવ્યું છે.


ઈશાંત શર્મા હાલમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાં જિયો સિનેમા પર કોમેન્ટેટર તરીકે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જ્યારે પૂર્વ ખેલાડી આકાશ ચોપરાએ ઈશાંતને ઝહીર ખાન 100 ટેસ્ટ મેચ ન રમવાનું કારણ પૂછ્યું તો તેણે આ માટે કોહલીને જવાબદાર ગણાવ્યો હતો.


વર્ષ 2014માં ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિશે વાત કરતા ઈશાંતે કહ્યું હતું કે, ટેસ્ટ શ્રેણી દરમિયાન એક મેચમાં કોહલીએ ઝહીરની બોલિંગ પર બ્રેન્ડન મેક્કુલમનો કેચ છોડ્યો હતો. ત્યાર બાદ મેક્કુલમે તે મેચમાં 300થી વધુ રનની ઇનિંગ રમી નાખી હતી. બીજા દિવસે લંચ પર કેચ છોડવાને લઈ વિરાટે ઝહિરની માફી માંગી હતી. તો ઝહીરે કહ્યું કે, કોઈ વાંધો નહીં, આપણે મેક્કુલમને આઉટ કરીશું. જો કે તે આઉટ જ ના થયો અને ટી બ્રેક પર કોહલીએ ફરીથી માફી માંગી હતી, ત્યારબાદ ઝહીરે ફરી એકવાર કહ્યું હતું કે, ચિંતા ના કરીશ, આપણે તેને આઉટ કરીશું.


ઈશાંત શર્માએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, જ્યારે ત્રીજા દિવસે ટી બ્રેક હતો ત્યાં સુધી મેક્કુલમ નોટઆઉટ નહોતો થયો. કોહલી ફરીથી ઝહીર પાસે માફી માંગવા ગયો અને તે સમયે ઝહીરે કહ્યું હતું કે, તમે મારી કારકિર્દી ખતમ કરી નાખી.


એ મેચ ઝહીરની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ સાબિત થઈ


ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમતા ઝહીર ખાન માટે આ છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થઈ હતી. તેણે ભારત માટે 92 ટેસ્ટ મેચ રમી અને 32.95ની એવરેજથી 311 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 11 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સાથે એક મેચમાં 10 વિકેટ લેવાની કમાલ કરી બતાવી હતી. 


https://t.me/abpasmitaofficial