નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ક્રિકેટર હરભજન સિંહ હવે રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. કેમ કે હવે તેને લઇને અટકળો તેજ થઇ ગઇ છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ તાજેતરમાં જે એક તસવીર પૉસ્ટ કરીને બધાને વિચારતા કરી દીધા છે. સિદ્ધુએ આ તસવીર પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે.
સિદ્ધૂએ કેપ્શનમાં લખ્યું- સંભાવનાઓથી ભરેલી તસવીર..... ચમકતા સ્ટાર ભજ્જીની સાથે. સુત્રો અનુસાર હવે હરભજન સિંહની રાજકારણમાં એન્ટ્રી લગભગ પાક્કી થઇ ગઇ છે. રિપોર્ટ છે કે કોંગ્રેસ ભજ્જીને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જાલંધર બેઠક પરથી ઉતારી શકે છે. આ માટે કોંગ્રેસે તખ્તો ગોઠવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. હાલમાં સત્તામાં રહેલા કોંગ્રેસ પક્ષને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ દમ લગાવવાનુ શરૂ કરી દીધુ છે. એકબાજુ બીજેપી, અકાલી દળ છે, તો બીજીબાજુ ખુદ કોંગ્રેસના પૂર્વ સીએમ અમરિન્દર સિંહ મેદાનમાં ઉતરેલા છે.
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ